તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતનો ભય:બારડોલીમાં વાહનચાલકોની સવલત માટે માર્ગો પર ફિટ કરાયેલા રિફ્લેકટરોના ખીલા નીકળી જતાં જોખમી

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના મુખ્ય માર્ગ પર મુકવામાં આવેલા રિફલેક્ટરના ખીલા બહાર નીકળી આવતાં એજેન્સી દ્વારા કામગીરીમાં વેઠ ઉતારાઇ હોવાની ફરિયાદ લોકોમાં ઉઠી છે. - Divya Bhaskar
બારડોલીના મુખ્ય માર્ગ પર મુકવામાં આવેલા રિફલેક્ટરના ખીલા બહાર નીકળી આવતાં એજેન્સી દ્વારા કામગીરીમાં વેઠ ઉતારાઇ હોવાની ફરિયાદ લોકોમાં ઉઠી છે.
  • ખીલા બહાર આવતાં વાહનોમાં પંચર પાડવાના બનાવો પણ વધ્યા

બારડોલીના માર્ગો પર વાહન ચાલકોની સવલત માટે પાલિકા દ્વારા લગાવવામાં આવેલા રિફલેકટરો જ વાહન ચાલકો દ્વારા જોખમી બની રહ્યા છે. મુખ્ય માર્ગો પર લગાવવામાં રિફલેકટરોના ફિટિંગમાં કોન્ટ્રાકટરો દ્વારા વેઠ ઉતારાતા ઘણા રિફલેકટરોના ખીલા બહાર રહી ગયા છે જેને લઈ દ્વિચક્રી વાહનોના ટાયર પંચર થવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે.

બારડોલી નગરપાલિકા દ્વારા નગરના મુખ્ય માર્ગો પર રિફલેકટર લગાવવાની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ શાસકોની મુદત પૂર્ણ થતાં યોગ્ય ધ્યાન આપવામાં ન આવતા કોન્ટ્રાકટરને મોકળું મેદાન મળી ગયું છે અને રિફલેકટરના ફિટિંગમાં વેઠ ઉતારવામાં આવી રહી છે, જેનો ભોગ હાલતો નગરની જનતા બની રહી છે અને વાહનોમાં પંચર પાડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નગરજનોની સમસ્યા દૂર થાય એવી નગરજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો