ભય:બારડોલી નગરના સ્મશાન પાસેથી દીપડો ભૂંડનો શિકાર કરી જતા ભય

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા ફળિયા વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધતા પાંજરૂ ગોઠવાયું

બારડોલી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર દીપડા દેખાવાના બનાવો સામે આવે છે. તો તાજેતરમાં બારડોલી નગરના માતાફળિયા વિસ્તારમાં આવેલ સ્મશાન આસપાસના વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય વન વિભાગને રજૂઆત કરાતા દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

માતા ફળિયા વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ આવેલ સ્મશાન નજીક છેલ્લા થોડા સમયથી રાત્રિ સમયે કુતરા તેમજ ડુક્કરના મારણ કોઈક વન્ય પ્રાણી કરતું હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે આવિસ્તારના એક શ્રમિક મોડી રાત્રિએ શૌચ ક્રિયા માટે જતાં તેણે દીપડાને ડુક્કરનો શિકાર કરી ભાગતા જોયો હતો જે બાબતે ફળિયાના રહીશોને જાણ કરતાં લોકો રાત્રિ સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

તો શહેરી વિસ્તારમાં પણ દીપડો દેખાતા રહીશેને ફ્રેન્ડ્સ ઓફ એનિમલના પ્રમુખ જતીનભાઇ રાઠોડને જાણ કરી હતી, અને તેમણે સ્થળ વિઝિટ કરતાં દીપડાની અવાર જવર આ વિસ્તારમાં હોવાનું વન વિભાગને જણાવતા વન વિભાગ બારડોલીના માતા ફળિયા વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...