તાપી જિલ્લામાં તાઉતેની અસર:જિલ્લામાં 462 મિલકતને નુકસાન, 400 વૃક્ષ ધરાશય, ઓલપાડ તાલુકામાં 5 ઇંચ વરસાદ

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રીરોડ પર ડિવાઈડરમાંથી પીપળો માટી સાથે ઉખડી ગયો, તાઉ-તે વાવાઝોડુંની અસર બારડોલી નગરમાં શાસ્ત્રીરોડ પર ડિવાઈડરમાં ઉગેલા પીપળાનાં ઝાડને માટી સાથે ઉખાડી કાઢ્યો હતો, રસ્તાની સાઈડમાં બંગલા પર અટકી પડ્યો હતો. - Divya Bhaskar
શાસ્ત્રીરોડ પર ડિવાઈડરમાંથી પીપળો માટી સાથે ઉખડી ગયો, તાઉ-તે વાવાઝોડુંની અસર બારડોલી નગરમાં શાસ્ત્રીરોડ પર ડિવાઈડરમાં ઉગેલા પીપળાનાં ઝાડને માટી સાથે ઉખાડી કાઢ્યો હતો, રસ્તાની સાઈડમાં બંગલા પર અટકી પડ્યો હતો.
  • બારડોલી શાસ્ત્રી રોડ પર ડિવાઇડરમાં ઉગેલું પીપળાનું ઝાડ ઉખડી ગયું, પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ
  • જિલ્લામાં 138 વીજપોલ પડી જતાં વીજપુરવઠો ખોરવાયો, માર્ગો પર વૃક્ષો પડી જતાં વાહનવ્યવહારને અસર

સુરત જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર મંગળવારે જોવા મળી હતી. 462 મિલ્કતને વાવાઝોડામાં નુકશાન થયું હતું, જેમાં માંગરોળમાં 223 પાકી ખાનગી મિલકતો, 73 કાચા મકાનો, ઝુંપડાઓને નુકસાન થયું છે, જયારે કામરેજ તાલુકામાં 17 કાચા મકાનો, ચોર્યાસીમાં 10, ઓલપાડમાં 39, પલસાણામાં 15 કાચા મકાનો તથા ઝુંપડાઓને નુકશાન થયું છે. આમ સમગ્ર જિલ્લામાં અંદાજીત 231 પાકી ખાનગી મિલકતો તથા 166 જેટલા કાચા મકાન કે ઝૂંપડાઓ, 65 જેટલી સરકારી મિલકતો મળી કુલ 462 મિલકતોને નુકશાન થયું છે.

વાવા ઝોડાની અસર, બારડોલીમાં અડધા કલાકના વરસાદમાં જ શાસ્ત્રીરોડથી આશાપુરી માતા મંદિર જતા રસ્તા પર નિચાણમાં પાણી ભરાય જતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
વાવા ઝોડાની અસર, બારડોલીમાં અડધા કલાકના વરસાદમાં જ શાસ્ત્રીરોડથી આશાપુરી માતા મંદિર જતા રસ્તા પર નિચાણમાં પાણી ભરાય જતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

ઓલપાડ : ઠેરઠેર વૃક્ષો ધરાશય થતાં અનેક માર્ગ પર વ્યવહારને અસર

ઓલપાડ : તાલુકામાં વૃક્ષો ધરાશય થવા સાથે વીજપોલ જમીન દોસ્ત થતાં અનેક ગામોમાં અંધારપટ છવાયો કાચા ઘરોને નુકસાની થયાનું પણ નોધાયું હતુ. વરસાદને લઈને ઓલપાડ તાલુકાના જુદા જુદા ગામો મળી 100થી વધુ વૃક્ષો પડતા ઠેર ઠરે રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અસંખ્ય વીજપોલ પડી થતાં તાલુકાના 70થી વધુ ગામમાં વીજપુરવઠો ખોરવાતા અંધકાર છવાયો હતો.

કીમ : કીમમાં વીજપોલ, સાતથી વધુ વૃક્ષ ધરાશય, 6 ગામમાં અંધારપટ

​​​​​​​કીમ : કીમ વિસ્તારમાં કેટલાક સ્થળોએ વૃક્ષ ધરાશાય થતા વીજળીના વાયરો તૂટતાં વીજપુરવઠો ખોરવાયો હતો. કીમ કઠોદરા, કિમામલી, કુંડસદ સહિત વિસ્તારમાં 7 વૃક્ષ તો 15 વીજપોલ ધરાશાય થતા 6થી વધુ ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતી. જોકે કોઈ જાનહાની ન થતા રાહત અનુભવાઇ હતી. કીમ પંથકમાં કેટલાક સ્થળે ઘરની છત ઉડી જવાના કિસ્સા પણ બન્યા હોવાનું જાણવા મળે છે.

બારડોલી : બિલ્ડિંગ પરનો મોબાઇલ ટાવર તૂટ્યો

​​​​​​​

​​​​​​​બારડોલી ગાંધી રોડ પર આશિયાના નગરના સિલ્વર પ્લાઝા કોમ્પલેક્સ પર મૂકવામાં આવેલો મોબાઇલ ટાવર ભારે પવનના કારણે તૂટી ગયો હતો.

પલસાણા : તાલુકાના કેટલાંક ગામમાં સોમવાર રાત્રિથી જ વીજડૂલ થઇ હતી

પલસાણા :પલસાણા તાલુકાનાં ચલથાણ વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે પડેલ વરસાદને લઈ તોતિંગ વૃક્ષો તેમજ વીજપોલ ધરાશય થયા હતા. બીજી તરફ સોમવારની રાત્રિથી જ વીજ ડૂલ થઈ હતી. અંત્રોલીમાં નહેરની બાજુમાં ચલથાણથી સુરત જતા રોડ પર 3 વીજથાંભલા પડી ગયા હતા. તલોડરા તેમજ કરાડા ગામના બે આવાસોના પતરાં ઉડયા હતા.

કામરેજ : તાલુકામાં વૃક્ષ ધરાશય, 21 વીજપોલ ધરાશય થતાં 3 ગામમાં અંધારૂ

​​​​​​​

​​​​​​​નવાગામ : કામરેજ તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં 60 વૃક્ષ ધરાશય થયા હતા. વલણ પીએચસી પર સરૂનું ઝાડ પડતા માર્ગમાં અવરોધ ઉભો થયો હતો. તેમજ ચોર્યાસી ઓરણા ધોરણ પારડી કરજણ આખાખોલ આસ્તા ખાનપુર સાત ગામોમાં કાચાં ઝુપડાં તુટી પડ્યા હતાં. તેમજ છ ગામોમાં છતનાંં પતરા ઉડી ગયા હતા. તેમજ 21 જેટલા વીજપોલ ધરાશય થયા હતા, જેનેે પગલે 3 ગામોમાં અંધારપટ છવાયો હતો.

તાપી જિલ્લામાં તાઉતેની અસર
વાલોડમાં 1, ડોલવણમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

​​​​​​​

તાપી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરના પગલે વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણમાં વાવાઝોડાને લઈને પવન સાથે વરસાદ નોંધાયો હતો. બીજી તરફ તાપી જિલ્લા તંત્ર પણ વાવાઝોડાને લઈને સતર્ક થયું હતું, જેને લઇને જિલ્લામાં મુશ્કેલીઓ ઓછી થઈ હતી.

તાપી જિલ્લામાં મંગળવારે સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વાલોડ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે ડોલવણમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો અને વ્યારામાં 10 મિ.મી વરસાદ નોંધાયો હતો. છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયાં હતા. તાપી જિલ્લામાં હાલ ડોલવણ વિસ્તારમાં ડાંગરનો પાક કરાયો હોય પવન સાથે વરસાદ આવવાને પગલે ડાંગર પાક આડો પડી ગયો હોવાનો ખેતીવાડી વિભાગના અધિકારી સતિષભાઈ ગામીતે જણાવ્યું હતું.

તાપી જિલ્લામાં તાલુકાવાર નોંધાયેલો વરસાદ
વ્યારા10 મિમી
વાલોડ31 મિમી
ડોલવણ21 મિમી
ઉચ્છલ01 મિમી
નિઝર01 મિમી
કુકુરમુંડા07 મિમી
સોનગઢ06 મિમી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...