તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ હવે 30ની અંદર, નવા 29 કેસ સામે 84 રિકવર, 1 મોત

બારડોલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસની સંખ્યા કરતાં નેગેટિવ કેસની સંખ્યા ડબલ થઈ રહી છે. આજરોજ કોરોના પોઝિટિવ કેસ 30ની અંદર આવી ગયા છે. જ્યારે 84 દર્દી નેગેટિવ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં લગાતાર ઘટાડો નોંધાઈ રહ્યો છે તે એક સારી બાબત છે.

છેલ્લા ઘણા દિવસથી પોઝિટિવ કેસની સરખામણીમાં નેટિવકેસની સંખ્યા ડબલ રહે છે. ગુરુવારના રોજ 29 પોઝિટિવ નોંધાયા હતાં જેની સાથે સંક્રમીતોની સંખ્યા 31765 થઈ છે. જ્યારે આજરોજ 84 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં કુલ 30497 લોકો કોરોનાથી સાજા થયા છે. આજરોજ બારડોલીની 65 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. જિલ્લામાં હાલ 793 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

ગુરૂવારે નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી25093
ઓલપાડ34214
કામરેજ15858
પલસાણા33550
બારડોલી85059
મહુવા82346
માંડવી12179
માંગરોળ33155
ઉંમરપાડા0311
કુલ2931765

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...