ચૂંટણી પરિણામ:માંડવી તાલુકાના દઢવાડા બેઠક 70 વર્ષમાં પ્રથમવાર ભાજપના કબજામાં

માંડવી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર કમલેશ ચૌધરીએ 1110 મતની લીડ

માંડવી તાલુકા પંચાયત પર ભાજપે વર્ષો બાદ પોતાના કબજો મેળવ્યો હતો. આઝાદી બાદ પ્રથમવાર ભાજપે ભગવો લહેરાવ્યો છે.

માંડવી તાલુકા પંચાયતની દઢવાડા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં ત્રીપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી થતાં આપના ઉમેદવાર તરીકે રાયસિંગભાઈ ચૌધરીને માત્ર 311 મત મેળવી હાર મેળવી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેશભાઈ ચૌધરીને 1327 મત મળ્યા હતાં અને ભાજપના ઉમેદવાર કમેશભાઈ મુકેશભાઈ ચૌધરીને 2437 મતો મળતાં 1110 મતે જંગી મતો સાથે વિજય થયો હતો.

દઢવાડા ગામ 189 મત ભાજપ માટે પ્લસમાં
કોંગ્રેસના ગઢ ગણાતી દઢવાડા ગામમાં ગત ચૂંટણીમાં ભાજપે 546 મત માઈનસ રહી પરાજયનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે આ પેટા ચૂંટણીમાં દઢવાડા ગામ 189 મતે પ્લસ રહેતા વિજયનું મુખ્ય કારણ દઢવાડા બન્યું હતું. વિજેતા ઉમેદવાર કમલેશભાઈ ચૌધરીએ કોરોના કાળમાં સામાન્ય પરિવારની ઘણી કાળજી રાખી હતી જે સેવા લોકના દીલ જીતી લીધા હતાં.

ગ્રામ પંચાયતમાં પ્રથમવાર ભાજપ પ્લસમાં
દઢવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કન્વીનર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતીના અધ્યક્ષ રોહિતભાઈ પટેલે વિકાસનો, વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો. ભાજપે કબજો મેળવી સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો હતો. જ્યારે દઢવાડા ગ્રામ પંચાયતમાં પ્રથમવાર ભાજપ પ્લસ રહેતા રોહિત પટેલની મહેનત રંગ લાવી હતી. નગર સંગઠન તથા તાલુકા સંગઠનને પણ મતદારોનો ભાજપ વિશ્વાસ ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...