તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇકસીકલ ડે:સાયકલિંગ ફિટનેશ આપવાની સાથે આર્થિક બચત પણ કરાવે છે

માંડવી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત અને તાપી જિલ્લાના અનેક લોકોએ 3 જુને ઉત્સાહભેર સાઇકલિંગ કરી વિશેષ ઉજવણી કરી

સાંપ્રત સમયમાં સોસિયલ મીડિયામાં રમજી ટુચકો ઘણો જ પ્રચલીત થયો છે. કે હાલમાં કોરોના કાળમાં સમજાની બે મોટી સમસ્યા રહી છે. એક પેટ વધે છે અને બીજુ પેટ્રોલ ભાવ વધે છે. અને આ બંને સમસ્યાનો એક ઉકેલ સાયકલ સવારી.

આજે વિશ્વા સાયકલ દિવસે ઘણાને સાયકલનું માત્ર સ્મરણ થશે તો વલી ઘણા સાયકલ દિવસની ફોટો સાથેની શુભેચ્છાઓ વહેતી રહે છે. પરંતુ નિષ્ણાંતોના મત મજુબ ખરેખર સાયકલિંગ સારામાં સારુ કાર્ડિયો વર્ક આઉટ છે. જો રોજ 20 મીનીટ સાયકલ ચલવાવમાં આવે તો તેનાથી અનેક શારીરિક સમસ્યાઓ દૂર કરી શકાય છે.

વિશ્વના વિકસીત દેશો પણ સાયકલિંગની અવેરનેશ માટે ખુબ જ પ્રોત્સાહન આપે છે. હાલની કોરોના કાળના સંજોગોમાં મોટા ભાગનો વર્ગ ઘરમાં બેસી રહેતો હોય છે. ત્યારે વહેલી સવારના થાડ સમયની સાયકલ સવારી આખા દિવસની તાજગીનો સંચાર કરી દે છે.

સાયકલિંગ તંદુરસ્તી આપતો શોખ છે
સાયકલિંગ શારીરિક સજ્જતા સાથે શોખ પણ છે. ઓનલાઈન માહિતીઓ પ્રાપ્ત કરવા સાથે અનુભવીઓના અનુભવો મેળવી અનેકવાર સાયકલ સ્પર્ધા દિલ્હી, મુંબઈ, અમદાવાદના કાર્યક્રમોમાં ભાગ લીધો છે. દરેક ઉંમરની વ્યક્તિઓ સાયકલ સવારી કરવી જોઈએ. ભૌતિકવાદના માહોલમાં સાયકલ સવારી આશીર્વાદરૂપ છે. ટૂંકમાં Pain is Wearkuess leaving your body. > રામ પટેલ, સાઇકલ પ્રેમી, માંડવી

કસરતની સાથે પ્રકૃતિને નિહાળવાની તક
યુવાનોમાં સાયકલ સવારી પ્રત્યે જાગૃતતા દિન પ્રતિદિન વધી રહી છે. યુવાનો સાયકલ ખરીદી લેય છે. પરંતુ નિયમિતનો અભાવ છે. હું છેલ્લા ઘણા સમયથી સાયકલ લઈ નીકળી પડું છું પ્રકૃતિને નિહાળવા સાથે સવારે એકસેસાઈઝ પણ થઈ જાય છે. વિદેશોની સરખામણીમાં આપણા દેશમાં હજી પણ જગૃતતાનો અભાવ છે. > અંકિત શુક્લ, સાઇકલપ્રેમી, માંડવી

વ્યારાનો યુવક રોજ 35 કિ.મી સાઇકલ ચલાવીને રહે છે ફિટ
3 જૂન એટલે વિશ્વ બાયસીકલ ડે તરીકે ઉજવાય છે. વ્યારા નગરના એક એવા સાયકલ ચલાવવાના અને સાઇકલો સંગ્રહ કરવાના શોખીન ગણાતા સંજીતભાઈ ભાવસાર રોજના 35થી 50 કિલોમીટર સવારે સાઇકલ ચલાવે છે સાથે નગર માં વધુ ને વધુ લોકો સાઈકલ ફેરવે એ માટે સતત પ્રોત્સાહન કરે છે. સંજીતભાઈ છેલ્લા આઠ વર્ષથી સાયકલિંગ કરી રહ્યા છે હાલ નગરમાં વિવિધ સાઇકલ સાથે અને 100 નગર જેટલા સાયકલ સવારો બનાવ્યા છે. અને દરેકને સાઇકલ ચલાવી ફિટ રહેવાની પ્રેરણા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...