સુરત શહેર અને જિલ્લા પોલીસ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આજે સુરતથી પોલીસ કર્મચારીઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં પલસાણા ચાર રસ્તાથી ગ્રામ્ય પોલીસ પણ જોડાઈ હતી અને બારડોલીનાં ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે સાયકલ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
સ્વતંત્ર સેનાની અને આઝાદીની લડતમાં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની 23મી જાન્યુઆરીના રોજ 126મી જન્મ જયંતી આવનાર છે. ત્યારે આજથી એક અઠવાડિયા સુધી વહીવટી તંત્ર દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ જ કાર્યક્રમના ભાગરૂપે પોલીસ વિભાગ પણ એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજશે. ત્યારે આજે સુરત શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશનર સાથે એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું.
આ બાઈક રેલી સુરત શહેરમાંથી નીકળી પલસાણાથી બારડોલી આવવાની હતી. પલસાણા ચાર રસ્તા ખાતેથી ગ્રામ્ય પોલીસ પણ આ રેલીમાં જોડાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાયકલ રેલી બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી અને સ્વરાજ આશ્રમ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાન ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ખાસ કરીને દેશની આઝાદીની લડત માટે જે જે સ્વતંત્ર સેનાનીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. આ અંગે સૌ માહિતગાર બને એ હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સ્વતંત્ર સેનાનીની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે આવા કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.