તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મહુવા તાલુકાના તકરાણી ગામે જુગારધામ કેસમાં 42 સામે ગુનો

બારડોલી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 35 બાઈક, 12 મોબાઈલ, 28 હજાર રોકડા મળી 6.35 લાખનો મુદ્દામાલ કબજે

મહુવા તાલુકાનાં તરકાણી ગામે નહેર નજીક ચકલી-પોપટ તેમજ વરલી મટકાનું જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં કુલે 42 જુગારિયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાંથી 11ને ઝડપી પાડ્યા હતાં. જ્યારે 31 જેટલા જુગારિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આટલું મોટું જુગારધામ ચાલી રહ્યુ હોય અને સ્થાનિક પોલીસ અજાણ હોય એ વાત ગળે ઉતરે તેવી નથી. પોલીસે રોકડ રકમ, બાઇક તેમજ મોબાઈલ ફોન મળી કુલ 6.35લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

શુક્રવારના રોજ મહુવા તાલુકાના તરકાણી ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નહેર નજીક આવેલ આંબાના ઝાડ નીચે ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. મોટા પ્રમાણમાં જુગાર પકડાયો હોવાથી સ્ટેટ વિજિલન્સની ટીમે મોડી રાત્રી સુધી કામગીરી કરવી પડી હતી. કલ્પેશ ઈશ્વરભાઈ ઢીમ્મર તથા જિતેન્દ્ર ઉર્ફે જીતેન ભાગીદારીમાં બહારથી માણસો બોલાવી ચકલી પોપટ તેમજ વરલી મટકાના આંક ઉપર પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા હોવાનું બાહર આવ્યું હતું.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી તે દરમ્યાન જુગાર રમી રહેલ 1 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસને રેડ જોઈ 31 વ્યક્તિઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે આ વ્યક્તિઓને વોંટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 35 બાઇક કિંમત રૂ. 5.61 લાખ, 12 મોબાઈલ ફોન કિંમત રૂ. 46 હજાર તેમજ રોકડ રકમ 28450 મળી કુલ 6.35 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આટલા મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું હોય અને સ્થાનિક પોલીસ આ વાતથી અજાણ હોય એ કેટલા અંશે સાચુ માની શકાય જેવી ચર્ચા દિન ભર ચાલી હતી.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓ
{ વિનય ઈશ્વરભાઈ નાયકા (રહે, બુધલેશ્વર, તા-મહુવા) { મુકેશ જશવંતભાઈ પટેલ (રહે, તરકાણી, નવુંફળિયું, તા-મહુવા) { વિરલ જયેશભાઇ ઢીમ્મર (રહે, મહુવા, હાટફળિયું) { ભુપેન્દ્ર બાબુભાઇ પટેલ (રહે, રૂપવેલ, તા-વાંસદા) { વિશાલ કનુભાઈ સલાટ (રહે, મહુવા) { છીતુભાઈ છગનભાઇ પટેલ (રહે, કંડોલપાડા, તા-વાંસદા) { જીતુભાઈ મોહનભાઈ પટેલ (રહે, સુરખાઈ, તા-ચીખલી) { વિકાસ દિનેશભાઇ ચૌધરી (રહે, હળદવા, તા-મહુવા) { નિલેષ રમેશભાઈ પટેલ (રહે, તરકાણી, તા-મહુવા) { જયેશભાઈ ઉર્ફે દિનેશભાઇ બલ્લુભાઈ પટેલ (રહે, સીણધઈ, તા-વાંસદા) { પ્રકાશભાઈ જેવલાભાઈ પટેલ (રહે, તરકાણી તા-મહુવા) { જ્યારે કલ્પેશ ઇશ્વરભાઇ ઢીમ્મર અને જીતેન્દ્ર ઉર્ફે જીતેન રાજુભાઇ ઢીમ્મર (બંને રહે, મહુવા, જૂનાપુલના નાકે)ને વોંટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો