જિલ્લાભરમાં વ્યાજ ખોરો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી ચ્હે ત્યારે આરડોલીના બે વ્યાજ ખોરોએ કીકવાડ ગામના યુવકને ઊંચા વ્યાજે રૂપિયા આપ યુવકની મજબૂરીનો લાભ ઉહાવી ધાક ધમકી આપી વધુ રૂપિયા પડાવતા આખરે યુવકે બંને વ્યાજ ખોરો વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બારડોલીના કીકવાડ ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઇશ્વરભાઇ કટારીયા આર્થિક કટોકટીમાં મુકાતા તેમના મિત્ર ધનસુખભાઈએ તેને વ્યાજે રૂપયા અપાવવાનું જણાવાયું હતું.
બાદમાં ધનસુખભાઈ શાહે તેમના મિત્ર જેનીશભાઈ શાહ સાથે જીતેન્દ્રની મુલાકાત કરાવી 2022ની જાન્યુઆરી માસમાં 10 ટકાના ઊંચા વ્યાજે રૂ.1,25000 લીધા અને તેમાં 12,500 વ્યાજ પેટે કાપી લીધા હતા. જે બાદ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ થઇ ગઇ હતી અને સમયાંતરે જેનીશને ધનસુખ શાહ જીતેન્દ્રભાઇને રૂપિયા માગી ધમકાવતાં હાથે તેમજ જીતેંદ્રભાઈના ઘરે જઈ તેમના માતા પિતાને પણ ધમકી આપતા હતા.
થોડા સમય બાદ જેનીશે જીતેન્દ્રભાઈને બારડોલી બોલાવી તેમના નામે રૂ 27 હજારનો મોબાઈલ લીધો અને હજાર ડાઉન પેમેન્ટ જેનીશે ભરી બાકીની લોનના હપ્તા જીતેન્દ્રભાઈએ ભરવાના નક્કી કર્યા બીજા જ દિવસે ફરી જીતેંદ્રભાઈના નામે રૂ 1,60,000 ના સોનાના દાગીના લઈ 70 હજાર રોકડા આપ 90 હજાર બાકી આખી ત્યાં પણ જીતેંદ્રભાઈના ચેક આવ્યા હતા અને થોડો સમય વિતતા જ જિતેન્દ્રભાઈ તેમજ એમના પિતા પાસે લીધેલા ત્રણે ચેકમાં રકમ ભરી જેનીશે બેંકમાં બાઉન્સ કરાવી કેશ કરવાની ધમકી આપતો હતો. આખરે જીતેન્દ્રભાઈએ બારડોલી પોલીસમાં બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.