ક્રિકેટ ટુર્નામેન્ટ:વીડિયો-ફોટોગ્રાફર એસો.ની ક્રિકેટ ટુર્નામેન્ટ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી વીડિયો ગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બારડોલી ખાતે vpab ફ્રેન્ડલી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં બારડોલી પ્રદેશમાં રાજપીપળાથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતના વીડિયો ગ્રાફર અને ફોટોગ્રાફરો હાજર રહ્યા હતા. બારડોલી ટીમે એ, બારડોલી ટીમ બી મહુવા, મઢી , માંડવી , સોનગઢ , રાજપીપળા, કામરેજ, મળી કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં મઢીની ટીમ વિજય થઈ હતી. અને રનર્સ અપ તરીકે સોનગઢની ટીમ આવી હતી. આ ટુર્નામેન્ટમાં vpab નાં પ્રમુખ જયેશ આહીર, ટ્રસ્ટી, ધર્મેશ પટેલ,અનીલ પટેલ,ઉપ પ્રમુખ જતીન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન તરીકે જીગ્નેશભાઈ પટેલ અને સની પટેલ, કમિટી સભ્યો હાજર રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...