બારડોલી આરટીઓ કચેરીમાં જિલ્લાના 5 તાલુકાના વાહનધારકોના લાઇસન્સથી લઈ વાહનના રજીસ્ટ્રેશન સહિતની લગતી કામગીરી થાય છે. જેથી અઠવાડિયાના ચાલુ દિવસમાં એઆરટીઓ કચેરી સતત ધમધમતી રહે છે. પરંતુ કોરોના મહામારીની અસર આરટીઓ પર જોવા મળી છે. છેલ્લા 5 વર્ષના વાહન રજીસ્ટ્રેશનના આંકડા જોતા ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. મોટરસાયકલ પાંચ વર્ષની સરખામણીમાં વર્ષ 2021માં 62 ટકા જેટલું રજિસ્ટ્રેશન ઘટ્યું છે. કાર, રીક્ષા, ટ્રેક્ટરમાં પણ ઘટાડો થયો છે. કોરોના સમયે માર્કેટ જ બંધ રહેવાથી જેની સીધી અસર જોવા મળી છે.
બારડોલીની ધામદોડનાકા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર ઓફિસમાં ઉમરપાડા, માંગરોળ, માંડવી, પલસાણા, મહુવા,બારડોલી સહિતના વાહનધારકોની અવર જ્વર ચાલુ દિવસોમાં સતત રહેતી હોય છે. કોરોના પહેલા લોકો નવા વાહનોની ખરીદી કરવા ઉત્સુક હતા. પરંતુ કોરોના સમયમાં માર્કેટ બંધ રહેવા સાથે, નોકરી,વેપાર, ધંધા પણ ઠપ્પ થયા હતા. બારડોલીની એઆરટીઓ કચેરીમાં પણ લાંબો સમય બંધ રહી હતી. જેના કારણે કોરોના પહેલા જે રીતે આરટીઓ ઓફિસ બહારના મેદાનમાં મોટરસાયકલ, કાર, રીક્ષા, ટ્રેક્ટર, ટ્રક સહિતના વાહનો રજિસ્ટ્રેશન માટે આખું મેદાન ભરેલું જોવા મળતું હતું.
જેમાં ખાસ્સો ઘટાડો થયો હતો. પાંચ વર્ષની સરખામણીમાં તમામ વાહનોના રજિસ્ટ્રેશન ઘટી ગયા હતા. જેમાં મોટરસાયકલનું રજિસ્ટ્રેશન વર્ષ 2017માં 19068 નોંધાયું હતું, જે પાંચ વર્ષમાં 2021માં 11920 રજિસ્ટ્રેશન નોંધતા 7148 રજીસ્ટ્રેશનમાં ઘટાડો થયો છે. એજ પ્રમાણે કારનું વર્ષ 2017માં 4303નું રજિસ્ટ્રેશન સામે પાંચ વર્ષ બાદ 4156 થયું છે, 147 કારનું રજિસ્ટ્રેશન ઘટ્યું છે. રિક્ષામાં વર્ષ 2017માં 237 રજીસ્ટ્રેશ નોંધાયું હતું.
પાંચ વર્ષ બાદ 137નું રજીસ્ટ્રેશન થયું છે. 100 નો ઘટાડો નોંધાયો છે. ટ્રેક્ટરમાં વર્ષ 2017માં 650 રજીસ્ટ્રેશન થયું હતું, જેની સામે પાંચ વર્ષમાં 373 રજિસ્ટ્રેશન નોંધતા 277 નો ઘટાડો જોવા મળ્યો છે. એક માત્ર ટ્રક પાંચ વર્ષની સરખામણીમાં વધારો નોંધાયો છે. કોવિડની અસરના વાહન રજિસ્ટ્રેશન પર જોવા મળી છે.
બારડોલી ઓફિસમાં પાંચ વર્ષમાં થયેલું વાહનોનું રજિસ્ટ્રેશનવાહન
વાહન | 2017 | 2018 | 2019 | 2020 | 2021 |
મોટર સાયકલ | 19068 | 18225 | 15060 | 11175 | 11920 |
કાર | 4303 | 4423 | 4070 | 3415 | 4156 |
રીક્ષા | 237 | 294 | 419 | 154 | 137 |
ટ્રેક્ટર | 650 | 422 | 369 | 439 | 373 |
ટ્રક | 1062 | 1551 | 1557 | 1030 | 1379 |
કોવીડને લીધે માર્કેટ બંધ રહેવાની અસર
પાછલા કેટલાક સમયથી કોવિડના કારણે માર્કેટ જ બંધ હતું. ઓફિસ પણ બંધ રહી હતી. જેના કારણે વાહનોના રજીસ્ટ્રેશનમાં અગાઉના વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે. - મિતેષ બંગાલે, એઆરટીઓ, બારડોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.