પર્વ વિશેષ:દિવાળીએ ફટાકડાના કિંમતમાં વિસ્ફોટ: વિવિધ વેરાયટીમાં 10થી લઇ 35% સુધીનો ભાવ વધારો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ ફટાકડાની ખપત ઓછી પરંતુ દિવાળી નજીક આવતા જ ઘરાકી વધશે: વેપારીઓ
  • બારડોલીના​​​​​​​ બજારમાં 5 કરોડના ફટાકડા આવ્યા, ગત વર્ષની સરખામણીએ ફટાકડાના સ્ટોલ પણ વધ્યા

દિવાળી આવતા જ બારડોલીમાં સહકારી સંસ્થાઓ અને વેપારીઓ ફટાકડાનું મોટું બજાર શરૂ કરે છે ચાલુ વર્ષે વેચાણ માટે અંદાજે 5 કરોડની કિમતના ફટાકડાઑ નગરમાં અલગ અલગ સ્ટોલ પર વેચાણ માટે મૂક્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ફટાકડાના ભાવમાં 35 ટકા સુધીનો વધારો નોંધાયો છે.સરકારની સૂચના મુજબ ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા બનાવવા પ્રોડકશન કરતી કંપનીઓને સૂચના મળતા અલગથી રોમટિરિયલ બનાવવાને લીધે ખર્ચમાં વધારો થયો હોવાથી ગત વર્ષની સરખામણીમાં ભાવ વધારાના લીધે ફટાકડાનો ઓછો જથ્થો બારડોલીના બજારમાં આવ્યો છે. જેના કારણે ગ્રાહકોના ફટાકડાના બજેટમાં ઘટાડો થઈ શકે. બીજી તરફ દિવાળીના દિવસ નજીક હોવાથી ગ્રાહકોમાં વધારો થાય તો, ફટાકડાનો સ્ટોક ઘટી શકે એવું પણ વેપારીઓ જણાવી રહ્યા છે.

બારડોલી નગરમાં ફટાકડાના વેપાર મોટા પાયે સહકારી સંસ્થાઓ કરી રહી છે. સાથે જ ખાનગી વેપારીઓના પણ ફટાકડાના સ્ટોલ લાગેલા છે. જેમાં વેપારીઓએ ગત વર્ષ જેટલી 5 કરોડના ફટાકડાની ખરીદી કરી છે. પરંતુ ચાલુ વર્ષે 35 ટકાના ભાવ વધારાને લીધે જથ્થો ગત વર્ષની સરખામણીએ ઓછો આવ્યો છે. સાથે જ બજારમાં અન્ય ચીજ વસ્તુઓમાં ગ્રાહકોનો ધસારો જોતાં ફટાકડામાં પણ તેજી આવવાની શક્યતા હોવાનું વેપારીઓ જણાવે છે. હાલ જે વેપાર ચાલી રહ્યો છે, એ ગત વર્ષની સરખામણી સારો હોવાનું પણ જાણવા મળે છે.

ચાલુ વર્ષે ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા સરકારની સૂચના મુજબ બનાવવામાં આવ્યા છે. જે બનાવવા માટે વપરાતા રો મટિરિયલમાં ફેરફાર કરવાને લીધે ફટાકડા બનાવવાનો ખર્ચ વધ્યો હોવાથી ફટાકડા બનાવતી કંપનીઓ 3 માસ સુધી સરકાર સામે લડત ચલાવી ફેક્ટરીઓ બંધ રાખી હોવાથી પણ ચાલુ વર્ષે ફટાકડાનો ઓછો જથ્થો બન્યો હોવાનું જણાય છે. જોકે ગત વર્ષની સરખામણી બારડોલીમાં ફટાકડાના સ્ટોલની સંખ્યામાં વધારો થયો છે. છતાં ગ્રાહકોએ ગત વર્ષની સરખામણી ફટાકડાની 35 ટકા વધુ રૂપિયા ચૂકવવા પડશે.

ફેન્સી ફટાકડાઓ ડિમાન્ડમાં
ફટાકડાના સ્ટોલ પર ઓછા પ્રદૂષણ ફેલાવતા ફટાકડાઓમાં વિવિધ પ્રકારની આતશબાજી, રંગબે રંગી તનક તારા, અવનવી ફૂલઝર, મ્યૂઝિકલ ચકરડી સહિત ફટાકડાઓમાં બાળકોને આકર્ષે એવી ફેન્સી આઇટમો થી બારડોલીના વેપારીઓએ ફટાકડાના સ્ટોલ સજાવ્યા છે.
ઓર્ડર કરતા સ્ટોક ઓછો આવ્યો
ફટાકડાના ભાવમાં વધારો થતાં વેપારીએ ખરીદી કરેલ ફટાકડાનો જથ્થો ઓછો આવ્યો છે , ફટાકડાનું ઉત્પાદન પણ ઓછું થયું છે ત્યારે ઘરાકી વધે તો છેલ્લા દિવસોમાં ફટાકડાની અછત પણ વર્તાય શકે. > મેહુલ સેવણી, રાઈસ મિલ સંચાલિત ફટાકડાના વેપારી, બારડોલી

અન્ય સમાચારો પણ છે...