વ્યસનમૂક્તિની પહેલ:જેઓને બે ટંકના ભોજન માટે પણ વિચારવું પડતું હતું એવા અસંખ્ય પરિવારો આજે વ્યસન મૂક્ત બનીને સમૃદ્ધ થયા

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંકરી મંદિરથી પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલી વ્યસનમૂક્તિની પહેલથી આજે હજારોના જીવન બદલાયા છે
  • 1971માં દ.ગુજરાતના વિચરણ દરમિયાન જ પ્રમુખ સ્વામી સમજી ગયા હતા કે અહીંની સમસ્યાનું મૂળ વ્યસન જ છે

ભાવિક પંચાલ
ઈસ 1971માં પહેલીવાર પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસના ગાદીપતિ બન્યા બાદ પ્રથમ મંદિરની પ્રતિષ્ઠા સાંકરીમાં કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજનો એક જ ઉદ્દેશ્ય હતો લોકોનું ભલુ થાય, લોકો સુખી થાય. દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું ત્યાં તેમણે જોયું લોકો ઘણા દુખી છે. જેનું કારણ વ્યસન છે. વ્યસનને કારણે ઘરમાં શાંતિ રહેતી નથી, પોષણક્ષમ ભોજન પ્રાપ્ત થતું નથી. બાળકોને શિક્ષણ આપી શકતા નથી. જેના કારણે આવનારી પેઢીને આ વ્યસનના ચક્રમાંથી દૂર કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે ગામે ગામ વિચરણ કરી લોકોને સમજાવ્યા, મંદિરોનું નિર્માણ કર્યું જેથી લોકો મંદિરે જઈ પોતાના મનને પ્રભુ સાથે જોડી શકે જેથી વ્યસનથી દૂર રાખી શકે. અત્યાર સુધીમાં હજારો લોકોને પ્રમુખ સ્વામી મહારાજ અને સાંકરીના સંતો દ્વારા હજારો લોકોને ર્નિવ્યસન કરી લોકોનું જીવન ધોરણ સુધાર્યું છે.

વ્યસન જતાં જ પરિવારમાં શાંતી આવી
બારડોલીના વાંકાનેર ગામે રહેતા જીતુભાઈ હળપતિ જણાવે છે કે અમે નાના હતા ત્યારે મારા પિતાજી વ્યસની હતાં. ઘરમાં રોજ ઘરકંકાસ ચાલતો હતો. બે ટંકના ભોજન પ્રાપ્ત કરવા માટે પણ ઘણું કઠીન હતું. હું 12 વર્ષનો હતો ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયમાં જોડાયો, ત્યારબાદ મારા પિતાજીને અનેકવાર સમજાવ્યા બાદ તેમણે પણ વ્યસન છોડ્યું. ત્યારથી અમારા જીવન જાણે બદલાયું . વ્યસન મૂક્ત થતાં પરિવારમાં શાંતિ આવી. સારી પ્રવૃત્તી તરફ વળ્યા અને આજે સારુ ઘર અને ગાડી છે. જે કંઈ પણ છે પૂ. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદને કારણે છે.

ગામના 80 % લોકો વ્યસન મુક્ત છે
તાલુકાના અમલસાડી ગામે રહેતા મહેશભાઈ હળપતિ જેમણે બાળપણથી અત્યંત ગરીબાઈ જોઈ હતી. તેમના પરિવારમાં પણ વ્યસની હતાં. ઘરમાં લાઈટ ન હતી. ફળિયામાં લાઈટના થાંભલા નીચે ભણવા જવું પડતું હતું. આ દરમિયાન તેમના મામા દ્વારા તેમને અને ફળિયાના બાળકોને બાળસભામાં લઈ જતાં. ત્યાં સારા ગુણો પ્રાપ્ત કર્યા પરિવારમાં અને ફળિયામાં લોકોને વ્યસનમૂક્તિ માટે સમજાવ્યા ત્યારથી લઈ અત્યાર સુધી ગામના 80 ટકા લોકો વ્યસન મૂક્ત થઈ ગયા છે. જેઓનું જીવણ ધોરણ ઘણું ઉંચે આવી ગયું છે. જેઓ સાયકલ લેવાનું પણ ન વિચારી શકતા ન હતાં તેઓ આજે ટુ વ્હીલ અને ફોર વ્હીલમાં ફરી રહ્યાં છે.

વ્યસન મૂક્તિ માટે અનેક પદ્ધતિઓ છે પણ તે થોડા સમય પૂરતી હોય છે. સંતો દ્વારા વ્યસન મૂક્તિ કરાવે તેમાં ભગવાનનું બળ મળે છે. માટે તે કાયમી માટે વ્યશનમૂક્ત બની જાય છે. 1971માં પ્રમુખ સ્વામિ મહારાજે વિચરણ દરમિયાન આખું દક્ષિણ ગુજરાત ખુંદી નાખ્યું હતું. અને ગામે ગામ પહોંચી લોકોને સમજાવી વ્યશનને ત્યજવા કટિબદ્ધ કર્યા હતા. તેમના આ દિવ્ય કાર્યની સુગંધ આજે પણ ઠેર-ઠેર પ્રસરેલી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...