વિવાદ:તેન ગ્રામ પંચાયતની મતપેટીમાં વધ ઘટ નીકળતા ગણતરી અટકી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયતની મતગણતરીમાં નોંધાયેલા મત કરતા વધ ઘટ મત નીકળતા મતગણતરી અટકાવી પડી હતી. બુથ નંબર 2માં સભ્યોના 17 મત વધુ નીકળ્યા હતા, જ્યારે સરપંચના 10 મતો ઓછા નીકળતા વિવાદ થયો હતો. આથી મોડી રાત ગણતરી અટકતા મામલતદાર સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. બારડોલીની તેન ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી દરમિયાન મતોની વધઘટને લઇ વિવાદ સર્જાયો હતો. વોર્ડ નંબર 1 અને 2માં કુલ 391 મતદાન થયું હતું પરંતુ મતપેટીમાંથી 385 જ મત નીકળ્યા હતા.

બીજી તરફ વોર્ડ નંબર 3,4 અને 5માંની મતપેટીમાં 17 મત વધારે નીકળ્યા હતા. જેને કારણે સરપંચના ઉમેદવાર રીનાબેન ચૌધરીએ મતગણતરી અટકાવી હતી.ત્રણ વાર મતપત્રકની ગણતરી કરવા છતાં વધઘટ યથાવત રહેતા ભારે વિવાદ સર્જાયો હતો. સમાચાર લખાય રહ્યા છે ત્યારે મોડી રાત્રે 10.30 વાગ્યે પણ ગણતરી શરૂ થઈ શકી ન હતી. અધિકારીઓ સિરિયલ નંબર આધારિત ચકાસણી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...