સુરત જિલ્લાના બારડોલીનાં સરદાર પટેલ ટાઉન હોલમાં શનિવારે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિપક્ષ નેતા સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં દક્ષિણ ઝોનની બેઠક યોજાઇ હતી. બેઠક શરૂ થવા પૂર્વે પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદમાં ગુજરાતનાં આઈ.એ.એસ. અધિકારી ત્યાં સી.બી.આઈના દરોડા બાબતે સવાલ પૂછતા રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુંં કે ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે તેમજ પેપર લિકના બનાવો છતાં કોઈને સજા થઈ નથી.
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે. જેના ભાગ રૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વિવિધ ઝોનના આગેવાનોની બેઠકો શરૂ કરવામાં આવી છે. આજે સુરત જિલ્લાના બારડોલીમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિતિ જોવા મળી હતી, કોંગી નેતાઓએ બારડોલીના સ્વરાજ આશ્રમ સ્થિત સરદાર પટેલ નિવાસ સ્થાને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં પત્રકાર પરિષદ પણ સંબોધી હતી.
જેમાં બારડોલી ખાતે આવેલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ફરી એક વાર રાજ્યમાં કથળતી વ્યવસ્થા નો ઉલ્લેખ કરી હાલમાજ આઈ.એ.એસ કે રાજેશ સામે સી.બી.આઈ સામે કાર્યવાહી અંગે નિવેદન આપ્યું હતું, સરદાર પટેલ ટાઉન હોલ ખાતે દક્ષિણ ઝોનની અગત્યની બેઠક પણ મળી હતી.
ગુજરાત કોંગ્રેસે દક્ષિણ ઝોન મજબૂત કરવા પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા ચૂંટણી લક્ષી ચર્ચા કરી હતી. સાથે જ 12 મી જૂન ના રોજ રાહુલ ગાંધી બારડોલી આવનાર છે અને જાહેર સભાનું પણ આયોજન છે એમ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.