પાલિકા નિષ્ફળ:સ્વચ્છતા માટે કમ્પાઉન્ડ વોલનો ઉપયોગ કરવામાં પાલિકા નિષ્ફળ, સ્વચ્છતા માટે કમ્પાઉન્ડ વોલનો ઉપયોગ કરવામાં પાલિકા નિષ્ફળ

બારડોલી2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બારડોલી નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં 2020માં 21 રેન્કની છલાંગ મારી 5માં ક્રમે આવી હતી. ત્યારે પાલિકા વર્ષ 2021માં બ વિભાગની નગરપાલિકામાં પ્રથમક્રમ મેળવવા માટે અત્યારથી કામગીરીઓ શરૂ કરી છે. જોકે, પાલિકાનું આરોગ્ય વિભાગ કચરાનું સેગ્રીગેશન અને પ્રોસેસ માટે જેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, એટલું ધ્યાન નગરમાં આવેલી કંપાઉન્ડવોલનો ઉપયોગ કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. માર્ગ સાથે અડીને આવેલા દીવાલો પર ભીતચિત્ર તેમજ સફાઇ બાબતના સ્લોગનો લખવામાં આવે તો, લોકજાગૃતિ કરી શકાય, જેના પરિણામે સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીના ભાગરૂપે પાલિકાને વધુ સારા અંક મેળવવામાં સફળતા મળી શકે છે. પરંતુ હાલ તલાવડી વિસ્તારમાં આવેલ દીવાલ સામે કચરો અને વાહનો પાર્કિંગ થઇ રહ્યા છે. સરકારી હોસ્પિટલની દીવાલને અડીને મટિરિયલના ઢગલા અને વાહનો પાર્ક કરતા હોવાથી યોગ્ય સફાઇ થઈ શકે નહીં. તલાવડીના મેદાનની પણ આજ હાલત છે.

ધામદોડનાકા વિસ્તારને આઈડિયલ વિસ્તાર બનાવવામાં આવશે
કમ્પાઉન્ડ વોલ પર ભીંતચિત્રો અને સ્લોગન લખવાનું પ્લાનિંગ છે. હાલ એનજીઓની મદદથી સર્વોદય સોસાયટીની દીવાલ પર ચિત્રો બનાવ્યા છે. ધામદોડનાકાને આઈડિયલ વિસ્તાર બનાવાશે. રાજ્યમાં ટોપનો રેન્ક મેળવવા કામગીરી થઇ રહી છે. -રાજેશભાઇ ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર બારડોલી પાલિકા

 • નાંદીડાના ડમ્પિંગ સાઈટ પર નગરના કચરાના સંપૂર્ણ નિકાલ માટે ટેન્ડરિંગ કરી એજન્સીને કામ સોંપ્યું
 • નગરમાંથી નીકળતો ડોર ટુ ડોર સહિતનો ઘનકચરાને ચાર રીતે વાહનમાં કરવામાં આવી રહ્યું છે, કલેક્શન
 • સેનેટરરી સહિતના કચરા માટે અલગ, ઘર દુકાનોમાંથી નીકળતો જોખમી કચરા માટે અલગ, ભીનો અને સૂકો કચરો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે
 • પાલિકા કચરાનું સો ટકા સેગ્રીગેશન કરવા માટેની તૈયારીઓ કરી છે.
 • નગરજનો ઘરે કચરાનું સેગ્રીગેશન કરી વમીકમ્પોઝટ ખાતર બનાવે, જેથી કચરો ઓછો નીકળે તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
 • નગરનું ગંદુ પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરી, ત્યારબાદ ફરી ઉપયોગ કરવામાં આવે તે માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે.
 • આ સ્થળોની દીવાલો પર સફાઈના સ્લોગન લખી જનજાગૃતિ ફેલાવી શકાય
 • તલાવડી મેદાનની કમ્પાઉન્ડ વોલ
 • સત્યાગ્રહ અને રેફરલ હોસ્પિટલની પાછળની કંપાઉન્ડવોલ
 • બારડોલી સ્વરાજ આશ્રમની કમ્પાઉન્ડવોલ
 • બારડોલી તાલુકા સેવાસદનની વોલ
 • મરીમાતા મંદિરની વોલ
અન્ય સમાચારો પણ છે...