કોરોના બેકાબૂ:કોરોનાની રફતાર ધીમી પડી, નવા 20 કેસ સામે 38 રિકવર

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંડવી-ઉમરપાડામાં કોઇ કેસ નહીં

સુરત જિલ્લામાં કોરોનાની રફતાર હવે ધીમી પડી હોય તેમ ક્રમશ: કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે પણ કોરોનાના નવા 20 કેસની સામે 38 દર્દી રિકવર થયા છે. ઉપરાંત માંડવી અને ઉમરપાડા તાલુકામાં કોઇ કેસ ન નોંધાતા રાહત અનુભવાઇ છે.

સુરત જિલ્લામાં શનિવારે કોરોનાના 20 કેસ નોંધાયા હતાં. જેની સાથે જિલ્લામાં કુલ 11916 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે એક પણ વ્યક્તનું મોત નીપજ્યું ન હતું. જ્યારે 38 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં કુલ 11317 લોકોએ કોરોનાને માત આપી ચુક્યા છે. જિલ્લામાં આજરોજ ચોર્યાસીમાં 6, ઓલપાડમાં 5, કામરેજમાં 5, પલસાણા 1, બારડોલી 1, મહુવા 1, માંડવી 0, માંગરોળ 1, ઉંમરપાડા 0 મળી કુલે 20 કોરોના પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...