તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સુરતના 9માંથી 5 તાલુકામાં કોરોનાનું ખાતું પણ ન ખુલ્યું

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે નવા 10 કેસ સામે 27 રિકવર, કોઇ મોત નહીં

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું હોય તેમ દિન પ્રતિદિન કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, આજરોજ જિલ્લાના 5 તાલુકામાં કોરોનાનો કોઈ કેસ નોધાયો ન હતો. ગુરુવારે 10 પોઝિટિવ સામે 27 નેગેટિવ થયા હતાં.

ગુરુવારે જિલ્લામાં નવા 10 કેસ ઉમેરાતા કુલ કેસની શંખ્યા 32012 થઈ છે. જ્યારે આજરોજ એક દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જિલ્લામાં 27 લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં અત્યાર સુધીમાં 31384 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ આજરોજ એક્ટિવ દર્દીની સંખ્યા 150ની અંદર આવતાં 146 પર પહોંચી હતી.

જિલ્લામાં કોરોના નબળો પડતા લોકોએ હરવા ફરવાની શરૂ કરી દીધુ છે. ત્યારે માસ્ક પહેરવાની સાથે સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. જેથી કોરોનાનો સંપૂર્ણ સફાયો થઇ શકે.

તાલુકા મુજબ કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી05100
ઓલપાડ34263
કામરેજ25884
પલસાણા03572
બારડોલી15094
મહુવા42408
માંડવી02206
માંગરોળ03174
ઉંરપાડા0311
કુલ1032012
અન્ય સમાચારો પણ છે...