તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોના @136 આખા ફેબ્રુઆરીમાં જેટલા કેસ હતા એટલા એક જ દિવસમાં નોંધાઇ ગયા

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વધુ 36 લોકોએ કોરોનાને માત આપી, કોરોનાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ મોત નહીં

સુરત જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. દિનપ્રતિદિન વાઘતા કેસને કારણે જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 136 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. 136 ની સામે 32 લોકોએ કોરોનાને માત આપ્યા છે. જેથી એક્ટિવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં કોરોનાનો હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ છેલ્લા ઘણા દિવસથી કોરોના સેન્ચુરી મારી રહ્યો છે. શુક્રવારે જિલ્લામાં 136 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેની સાથે અત્યાર સુધીમાં 14347 સંક્રમીત થયા છે. જ્યારે આજરોજ એક પણ વ્યક્તિનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 32 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં 13096 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જિલ્લામાં હજુ પણ લોકો દ્વારા સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ નહીંવત કરતાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. સરકારની કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

36 કેસ સાથે કામરેજ તાલુકો ટોપ પર

તાલુકોઆજેકુલ
ચોર્યાસી322808
ઓલપાડ91777
કામરેજ362967
પલસાણા231946
બારડોલી222324
તાલુકોઆજેકુલ
મહુવા1605
માંડવી4608
માંગરોળ91225
ઉંમરપાડા087
કુલ13614347

​​​​​​​

માત્ર ઉમરપાડામાં કોઇ કેસ નહીં, શુક્રવારે સુરત જિલ્લાના તમામ તાલુકામાં કેસ નોંધાયા હતા. માત્ર ઉમરપાડા તાલુકો જ બાકાત રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો