કોરોના શૂન્ય:શનિવારે સુરત-તાપી જિલ્લામાં કોરોના શૂન્ય

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ સુરતમાં 9, તાપીમાં 3 કેસ એક્ટિવ

સુરત જિલ્લામાં સોમવારે કોરોના સંક્રમણ 0 રહ્યું હતું. તેમજ કોઈપણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું ન હતું. જ્યારે શનિવારે 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા 31716 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. હાલ જિલ્લામાં એકટિવ કેસની સંખ્યા 9 થઈ છે.

તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા 20 મી નવેમ્બરના દિવસે તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ આજના દિને નોંધાયો નથી, તાપી જિલ્લામાં હાલ માત્ર ત્રણ જ દર્દી સંક્રમિત આવતા સારવાર હેઠળ છે, જેમાં ડોલવણ તાલુકામાં બે અને વાલોડ તાલુકામાં એક મળી કુલ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ તાપી જિલ્લામાં આજે કોઈ દર્દીનું મરણ કોરોનાથી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...