તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જિલ્લામાં બીજા દિવસે પણ કોરોના શૂન્ય

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 11 દર્દી રિકવર, કોઇ મોત નહીં

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. જેને લઇ રવિવારે પણ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહોતો. છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લામાં કોરોનાના કાઇ પણ કેસ નોંધાયા નથી. જેને લઈ આરોગ્ય વિભાગની સાથો સાથ જિલ્લાના નાગરિકોએ પણ રાહતનો દમ લીધો છે. જિલ્લામાં કોરોનાના કેસ છેલ્લા બે દિવસથી નથી આવ્યા પરંતુ હજી કોરોના ગયો નથી, માટે સાવચેતી રાખવી જરૂરી છે.

જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારના રોજ કોરોનાનો એક પણ દર્દી નોંધાયો નથી તો વધુ 11 દર્દીઓ સાજા થયા છે જિલ્લાના કુલ 32061 કોરોના કેસ સામે 31,529 દર્દીઓ સાજા થતાં હાલ 59 દર્દીઓને કોરોના સારવાર હેઠળ રાખવામા આવ્યા છે તો કોરોનાને લઈ જિલ્લામાં એક પણ દર્દીનુ મોત નોંધાયું નથી

અન્ય સમાચારો પણ છે...