વેક્સિનેશન:સુરત ગ્રામ્યમાં પ્રથમ દિવસે 3760 યુવાઓને કોરોના વેક્સિન અપાઇ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરત -તાપી જિલ્લામાં 18+ માટે વેક્સિનેશનના શ્રી ગણેશ થતા યુવાનોમાં ઉત્સાહ
  • સૌથી વધુ બારડોલીમાં 701 અને સૌથી ઓછી ઉંમરપાડામાં 69ને રસી અપાઇ

સુરત જિલ્લામાં શુક્રવારના રોજથી 18+ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી યુવાનોમાં વેક્સિનેશન કરાવવાની ઉત્સુકતા હતી તે આજે પૂર્ણ થઈ હતી. ક્યાંક યુવાનોએ નિરાશા પણ સાપડી હતી.

સુરત જિલ્લામાં શરૂ થયેલ વેક્સિનેશન કાર્યક્રમ આજરોજથી શરૂ કરવામાં આવતાં વિવિધ સેન્ટરો પર યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લામાં 3760 યુવાનોએ વેક્સિનેશન કરાવ્યું હતું. જેમાં સૌથી વધુ બારડોલીમાં 704 લોકોએ વેક્સિનેશનનો લાભી લીધો હતો. જ્યારે સૌથી ઓછું ઉંમરપાડમાં 69 લોકોનું જ વેક્સિનેશનનો લાભ લીધો હતો. જિલ્લામાં કાર્યરત ઘણા સેન્ટરો પર સુરત શહેર સહિતન અન્ય જિલ્લાના લોકોએ એપોઈમેન્ટ લઈ વેક્સિનેશન કરાવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ વેક્સિનથી વંચિત રહેવાની નોબત આવી હતી.

સુરત જિલ્લામાં વિવિધ તાલુકામાં મુજબ થયેલું વેક્સિનેશન
એપોઇન્ટમેન્ટ માટે નેટવર્ક જ મળતુ નથી

આજરોજ અમે વેક્સિન માટે સેન્ટર પર ગયા ત્યાં તો વેક્સિનનો સ્લોટ ફૂલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. વેક્સિન લેવા માટે પહેલા એપોઈમેન્ટ લેવી જરૂરી છે. અમારા દ્વારા એપોઈમેન્ટ લેવા કોશિશ કરી તો નેટવર્કને કારણે એપોઈમેન્ટમાં થઈ નથી. જેથી આજે વેક્સિનથી વંચિત રહેવું પડ્યું હતું. હવે આગામી દિવસોમાં ફરી એપોઇન્ટમેન્ટ લેવા માટેના પ્રયાસ કરીશું અને શક્ય એટલી જલદી વેક્સિન મુકાવીશું.> વિપુલ ચૌધરી, માંગરોળ

અન્ય સમાચારો પણ છે...