પતંગ બજારની શરૂઆત:કોરોનાનો ઓછાયો, પતંગ-દોરા ભલે મોંઘા, પેચ લડાવવા રસિયાઓ આતૂર

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર બારડોલી નગરમાં 20 લાખથી વધુ પતંગો બજારમાં મુકાયા, રો મટિરિયલ મોંઘું થતાં પતંગના ભાવોમાં 20 ટકા સુધીનો વધારો

બારડોલી નગરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડમાં પતંગ બજારની શરૂઆત થઈ ગઈ છે. ગત વર્ષે કોરોના મહામારીને લીધે પતંગ બજારમાં ઓછી દુકાનોને મંજૂરી આપવામાં આવી છે. જેની સામે ચાલુ વર્ષે 33 પતંગના સ્ટોલો આ પતંગ બજારમાં ખૂલી ગયા છે.

પતંગ વેપારીઓના માટે ચાલુ વર્ષે પતંગના રો મટિરિયલમાં ભાવ વધારાને લીધે પતંગની કિમતમાં 25 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જેથી નગરના પતંગ રસિયાઓને ઉતરાયણમાં ઊંચા ભાવે પતંગ ખરીદવા પડશે. વિક્રેતાઓએ જણાવાયું હતું. કે બારડોલી પતંગ બજાર તેમજ બહાર નગરમાં લાગેલા અન્ય સ્ટોલ મળી અંદાજે 20 લાખ રૂપિયાથી વધુના પતંગો બારડોલીમાં વેચાણ અર્થે મંગાવાયા છે. આવા સંજોગોમાં જો કોરોના વધુ વક્રે અને કોઈક નવી ગાઈડ લાઇન સરકાર દ્વારા જાહેર થાય તો વેપારીઓની મૂસીબતમાં વધારો થઈ શકે એમ છે.

ખંભાતી, નડિયાદી જેવી એવરગ્રીન પતંગોની સાથે પંજાબી રોકેટ મજોલ સહિતની અનેક ફેન્સી પતંગોની બોલબાલા
બારડોલી નગરના પતંગ રસિયાઓ માટે પતંગના વેપારીઓ ખાસ કરીને બરેલી, જયપુરી પતંગ સાથે જ રૂટિંગમાં ચાલતા ખંભાતી, નળિયાદી, ચીલ જેવા પતંગો તો અન્ય વેરાયટીઓમાં પંજાબી રોકેટ મજોલ તેમજ અવનવા ફેન્સી પતંગો પણ ગ્રાહકોને આકર્ષવા માટે પતંગ બજારમાં રાખવામા આવ્યા છે.

બારડોલી સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડમાં ભરાયેલા પતંગ બજારમાં બાળકોને આકર્ષવા માટે પતંગ ચગાવતી વખતે વગાળવા માટે અવનવા બ્યૂગલો તેમજ બાળકો અને યુવક યુવતીઓ માટે કલરફૂલ ચશ્માં ઑ તેમજ અવનવા પ્રાણીઓ સહિતના ચહેરાઓ વાળા માસ્કે બાળકો સહિત વડીલોનું પણ આકર્ષણ વધાર્યુ છે.

કોરોનાને લીધે ફરી વેપાર ઘટવાનો ભય
કોરોના ના કારણે ગત વર્ષે પણ પતંગ બજારમાં મંદીનો માહોલ રહ્યો હતો, અને ચાલુ વર્ષે જેમ તહેવાર નજીક આવે છે. ત્યારે કોરોના સંક્રમણ વધતાં વેપાર ઓછો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. સાથેજ ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. > ચિરાગભાઈ રાજાણી, પતંગના વેપારી, બારડોલી

​​​​​​​રૂ.20માં મળતો હતો તે પંજો 25નો થયો
પતંગ બનાવવા માટે વપરાતી કામડી તેમજ કાગળો મોંઘા થતાં પતંગના ભાવ વધ્યા છે. સાથે જ ગત વર્ષની સરખામણીએ પતંગના સ્ટોલ પણ વધારે થયા છે. ગત વર્ષે પતંગનો પંજો 20 થી 25 રૂપિયાથી શરૂ થતી જે ચાલુ વર્ષે 30 થી 35 રૂપિયા સામાન્ય પતંગના પંજાનો ભાવ છે. > મહેશભાઇ ડાભી, પતંગ વિક્રેતા, બારડોલી

અન્ય સમાચારો પણ છે...