રાહત:બારડોલી જિલ્લામાં કોરોના પોઝિટિવ ઝીરો, હાલ એક્ટિવ કેસ 9

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં આવી ગયું છે. ગતરોજ પોઝિટિવ કેસ 0 રહ્યા હતા. આજે પણ જિલ્લામાં કોરોના 0 નોંધાયા છે. કોરોનાને કારણે આજે કોઈ દર્દીનું મોત નીપજ્યું નથી. તેમજ કોઈને ડિસ્ચાર્જ કરાયા ન હતા. હાલ એક્ટિવ કેસ 9 છે.

જ્યારે તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા.15 મી સપ્ટેમ્બરે કોરોના પોઝિટિવ દર્દી એક પણ નવો નોંધાયો નથી. મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ આજના દિને નોંધાયો નથી. તાપી જિલ્લામાં માત્ર એક કેસ હોવાની માહિતી મળી છે. જિલ્લાના આજદિન સુધી કોરોના દર્દીઓ 3864 કેસો નોંધાયા છે અત્યાર સુધી કુલ 3764 દર્દીઓ સારવાર લઇ સારા થયા છે, તેમજ તાપી જિલ્લામાં આજે કોઈ દર્દીનું મરણ કોરોનાથી થયું નથી.

અન્ય સમાચારો પણ છે...