તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરી:કોરોનાએ અનેક ટ્રાવેલ્સ સંચાલકોને ગામડે ગામડે ફેરી મારતા કરી દીધા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાનમાં ફેરી માર કપડા વેચી રહેલા ટ્રાવેલ સંચાલક. - Divya Bhaskar
વાનમાં ફેરી માર કપડા વેચી રહેલા ટ્રાવેલ સંચાલક.
  • કોરોનાકાળમાં ટ્રાવેલિંગનો ધંધો મરણ પથારિયે હોવાથી અનેક લોકોને પોતોના ધંધા રોજગાર બદલવાની નોબત

કોરોના મહામારીમાં ટ્રાવેલ્સના ધંધાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. બારડોલીમાં ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોને પોતાની ગાડીના બેન્ક લોનના હપ્તા ભરવાનું તો દૂર પરંતુ જીવન ગુજરાન ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે બારડોલી વિસ્તારના જ ત્રણ જેટલા ટ્રાવેલ્સ સંચાલકો પોતાની આજીવિકા માટે ટુરિસ્ટોને ભાડે ફેરવતા ઇનોવા કારમાં કપડા લઇ ગામે ગામ ફરી કપડાની ધંધો કરવા મજબૂર બન્યા છે. તો આ ધંધા સાથે સંકળાયેલા અમુક લોકોએ બેન્કના હપ્તા ઓવરડ્યું થતાં પોતાની ગાડી વેચી ડ્રાઈંગનો ધંધો શરૂ કર્યો છે.

આમ પરિવારનું ભારણ પોષણ કરવા માટે વર્ષોથી જે ધંધા સાથે સંકળાયેલા હતા. ધંધોજ બદલી નાખવા કોરોનાએ બારડોલી વિસ્તારના ટ્રાવેલ્સ સંચાલકોને મજબૂર કર્યા છે.કોરોના કાળ પૂર્વે અનેક લોકોએ બેંકમાથી લોન લઈ ટ્રાવેલ્સના ધંધા માટે નવી ગાડીઓ ખરીદી હતી, પરંતુ કોરોના મહામારીએ આવા ટ્રાવેલ્સ સંચાલકો સપના રગદોળી નાખ્યા હોવાના અનેક કિસ્સાઑ પ્રકાશમાં આવ્યા છે અને પોતાના સપના સાકાર કરવા માટે લીધેલી ગાડીઓ વેચી ડ્રાઇવિંગ કરવા મજબૂર બન્યા છે.

2માંથી 1 ગાડી વેચીને બેંકના હપ્તા ભર્યા
મારી પાસે બે ઇનોવા કાર હતી જે ટુરિસ્ટોને લઈ વિવિધ ફરવા લાયક સ્થળોએ જઇ આવક મેળવી મારુ તથા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન માર્ચ 2020માં કોરોના મહામારી આવી અને સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરાયું અને ટ્રાવેલ્સનો ધંધો પાળી ભાંગ્યો ધંધો ફરી શરૂ થશે.

એ આશાએ 8 મહિના સુધી મારી ધંધાની બચતના પૈસા માઠી પરિવારનું ભારણ પોષણ કર્યું પરંતુ પછી કોઈ ધંધો ન થતાં આખરે મારે એક ગાડી વેચી બેન્કના હપ્તા ભર્યા અને બીજી ગાડીમાં જ અનેક જગ્યાએ ફરી કાપડનો ધંધો કરી મારુ તથા પરિવારનું ગુજરાન ચલાવું છુ અને કોરોનાને લીધે મારા પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ નબળી બની છે. > મહાદેવભાઇ ગોહિલ, ટ્રાવેલ્સ સંચાલક, બારડોલી

અંતે કારને જ દુકાનમાં ફેરવવી પડી
મારી ઇનોવા કાર ભાડે ફેરવતો હતો પરંતુ છેલ્લા દોઢ વર્ષથી વધુના સમયથી સરકારની કોવિડ ગાઈડલાઇન મુજબ દરેક પ્રવાસન સ્થળો બંધ રહેતા ધંધો પડી ભાંગ્યો છે. જેથી પરિવારનું પેટ ભરવા સુરતથી રેડિમેઇડ કપડાં લાવી વેચવાનું શરૂ કર્યું છે.

ભાડે દુકાન લઈએ તો લાઇટબિલ ભાડું વગેરે ખર્ચ વધી જતો હોવાથી મારી ગાડીને જ દુકાન બનાવી અંદર કપડાં ભરી વેપાર શરૂ કર્યો જોકે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ધીમે ધીમે ફરી ટ્રાવેલ્સ્નો ધંધો પાટે ચઢે એમ દેખાઈ રહ્યું છે. -સંજયભાઇ મોદી, ટ્રાવેલ્સ સંચાલક, બાબેન

અન્ય સમાચારો પણ છે...