તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કોરોના હાફી ગયો : 141 દિવસ બાદ કેસ ઘટીને 21 પર આવ્યા

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે જિલ્લાના 5 તાલુકામાં એક પણ કેસ નહીં
 • જિલ્લામાં એક્ટિવ કેસ પણ ઘટીને 400એ પહોંચ્યા

સુરત જિલ્લામાં રવિવારના રોજ માત્ર 21 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં, જેની સામે 49 લોકો રિકવર થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 400 પર પહોંચી છે. 141 દિવસ બાદ જિલ્લામાં 21 કેસ નોંધાયા છે.

સુરત જિલ્લામાં રવિવારના રોજ 21 કોરોના સંક્રમિત નોંધાયા છે. 27મી જૂનના રોજ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્યારબાદ કેસ વધતા જ રહ્યા હતા. આજે 141 દિવસ બાદ 21 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. અત્યાર સુધી કુલ 10744 વ્યક્તિ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. જેની સામે 10064 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજરોજ એક પણ કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યું નથી. ઓક્ટોબર અને નવેમ્બર માસમાં કોરોના પોઝિટિવ કરતાં કોરોના નેગેટિવની સંખ્યામાં વધારો થતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસો ઘટાડો નોંધાયો છે. હાલ 400 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળેલ છે.

આ પાંચ તાલુકાના નીલ રહ્યા
સુરત જિલ્લામાં રવિવારના રોજ ઓલપાડ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા મળી 5 તાલુકામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો