તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં કોરોના માંદો પડ્યો, છેલ્લા 7 માસમાં સૌથી ઓછા 497 કેસ જાન્યુઆરીમાં

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિકવરી રેટ 96.6 ટકા થયો, એક્ટિવ કેસ ઘટીને 150 પર

સુરત જિલ્લામાં 23મી માર્ચના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા હતાં. જે કેસ આજે 13000ને પાર થઈ ગયા છે. હવે કોરોના જિલ્લામાં અંત ભણી જઈ રહ્યો છે. ડિસેમ્બરમાં 1011 કેસ નોંધાયા હતાં. જે 50 ટકા જેટલા ઘટીને 497 થઈ ગયા છે. સુરત જિલ્લામાં કોરોનાના કેસ કાબુમાં આવી ગયા હોય તેમ ઘણા મહિનાઓથી કેસમાં નોંધાપત્ર ઘટાડો નોંધાયો છે. તેની સાથે મરણાંક તળિયે પહોંચ્યો છે, અને રિકવરીમાં સુધારો નોંધાયો છે. સુરત જિલ્લામાં કોરાના કેસ હાલ 13000 ને પાર કરી ગયા છે.

જેની સામે 12569 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લાનો રિકવરી રેટ 96.6 ટકા થયો છે. જિલ્લામાં દિને પ્રતિદિન કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. તેની સામે રિકવર થતા દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરી માસસની 1 તારીખે 305 એક્ટિવ કેસ હતાં. જે ઘટીને 150 થઈ ગયા છે. જાન્યુઆરી માસમાં કોરોના એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે જાન્યુઆરી માસમાં માત્ર 2 વ્યક્તિઓએ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. ગત જાન્યુઆરીમાં કુલ 486 કેસ સામે 637 રિકવર થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો