કોરોના સામે જંગ:અનલોક-2માં પ્રથમ વખત કોરોના ડાઉન, રવિવારે કેસ ઘટીને 46 થયા, 28 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 803 પર પહોંચ્યા જેમાંથી 410 કોરોનાને માત આપી સ્વસ્થ

ગત બે દિવસમાં સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા માં વધારો નોંધાયા બાદ રવિવારે દર્દીઓ ની સંખ્યામાં ઘટાડો નોંધાતા રાહતના સમાચાર મળ્યા હતા. રવિવારે જિલ્લામાં નવા  46 નવા કેસ નોંધાયા છે. જ્યારે 28 જેટલા દર્દીઓ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રવિવારે 02 કોરાના દર્દીના મોત નીપજતાં જિલ્લામાં કુલ મરણ નો આંકડો 27 પર પહોંચ્યો છે.  જિલ્લામાં રવિવારના દિવસે કામરેજ તાલુકામાંથી 13 વ્યક્તિ કોરોના ની ચપેટમાં આવ્યા હતા એ જ પ્રમાણે ચોર્યાસીમાં 11, ઓલપાડ માં 04,પલસાણા માં 06,બારડોલી માં 04,મહુવા માં 02 અને માંગરોળ તાલુકા માંથી કુલ 06 કોરાના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે માંડવી અને ઉમરપાડા તાલુકામાં રવિવારે એક પણ દર્દી મળી આવ્યો નથી.

બારડોલી તાલુકામાં નવા 5 કેસ ઉમેરાયા

બારડોલી તાલુકામાં પણ રવિવારે વધુ 5 કોરોના સંક્રમિતો ઉમેરાયા છે જેમાં 46 વર્ષીય મહિલા નવદુર્ગા સોસાયટી બારડોલી, 52 વર્ષીય પુરુષ રાજીવ નગર બાબેન, 49 વર્ષીય મહિલા રાજપૂત ફળિયું છીત્રા, 59 વર્ષીય રાજપૂત ફળિયું બામરોલી, 55 વર્ષીય મહિલા ખરવાસા ગામ આમ વધુ 5 લોકો સંક્રમિત થયા છે.

પલસાણા ગામમાં 5 સહિત તાલુકામાં 6 કેસ

પલસાણા તાલુકાના ગાંગપુર  ગ્રીનવિલા મા રહેતા માં રહેતા 29 વર્ષીય પુરુષે ગંગાધરા આરોગ્ય કેન્દ્ર પર જય તપાસ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ પલસાણા ગામે મંછાદેવી ફળિયામાં રહેતા ૫૧ વર્ષીય પુરુષ ,મીંઢોળા ફૂડ કંપની માં રહેતા 24 વર્ષીય પુરુષ, ઓમ સાઈ રેસીડેન્સી પલસાણામા રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય પુરુષ અને તેની પત્ની તથા ગૌરવ ગૌરવ ટાઉનશીપમાં પલસાણામાં રહેતા 31 વર્ષીય પુરુષનો રવિવારના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા

કોરોના પોઝિટિવ 2 દર્દીના મોત નીપજ્યાં : રવિવારે કામરેજ ચાર રસ્તાના એક 37 વર્ષીય યુવકનું કિરણ હોસ્પિટલ ખાતે અને ઓલપાડના 56 વર્ષીય પુરુષ નું સ્મિમેર હોસ્પિટલમાં મોત થયું હતું. આ સાથે જિલ્લામાં કુલ 27 મોત થઇ ચૂક્યા છે.

જુલાઈના પાંચ દિવસમાં 256 કેસ અને 11 ના મરણ : અનલોક -2 બાદ દર્દીઓ સતત વધી રહ્યા છે. પહેલી જુલાઈએ 40,બીજી એ 48, ત્રીજીએ 58,ચોથીએ 64 જ્યારે પાંચમી જુલાઈએ 46 મળી જુલાઈના પાંચ દિવસમાં 256 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોસંબા-તરસાડી પંથકમાં વધુ 5 કેસ

તરસાડી નગરમાં અલ્યા મેન્શનના દર્દીના સંપર્કમાં આવેલી તેની પત્ની અને તેના બાજુમાં રહેતી 94 વર્ષની વૃદ્ધા સંક્રમિત થયા છે જ્યારે બીજો કેસમાં ભઈલાલભાઈ વાળી વિસ્તારમાંે 35 વર્ષના યુવાન અને  કુંવરદા ગામમાં 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ઓલપાડમાં કોરોનાના વધુ 4 કેસ

ઓલપાડ તાલુકામાં આજે વધુ 4 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો  છે. જે પૈકી તાલુકાનાં વેલુક ગામે એક અને સાયણમાં એક પુરુષ સહિત દેલાડ ગામે એક જ પરિવારના બે મહિલાઓ સંક્રમિત થઇ છે. 

કરચેલીયામાં તબીબ સહિત 3 સંક્રમિત

મહુવા તાલુકાના કરચેલીયા ગામ કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા ખાનગી હોસ્પિટલના તબીબે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત કરચેલીયા સુથાર ફળિયામા રહેતી 58 વર્ષીય અને 77 વર્ષીય વૃદ્ધ મહિલાનો પણ રવિવારે કોરોના પોઝિટિવ આવ્યો છે.

કામરેજ તાલુકામાં સૌથી વધુ 13 કેસો નોંધાયા

41 વર્ષીય મહિલા, ધારા રેસીડન્શી વેલંજા 57 વર્ષીય પુરૂષ, લલ્લનકૃપા સો. લશકાણા 52 વર્ષીય પુરૂષ, ઓપેરા પેલેસ ખોલવડ 37 વર્ષીય મહિલા, રૂદ્ર રેસીડન્શી શેખપુર 52 વર્ષીય પુરૂષ, સ્નેહ વાટીકા સો. માંકણા 38 વર્ષીય, પુરૂષ સ્વોરજીન બંગ્લોઝ ખોલવડ 30 વર્ષીય, પુરૂષ પુષ્પ વાટીકા સો. ઉંભેળ 26 વર્ષીય, પુરૂષ સોહમ રો હાઉસ વલથાણ 31 વર્ષીય, પુરૂષ માછી વાડ કામરેજ 45 વર્ષીય, મહિલા રામ વાટીકા વેલંજા 43 વર્ષીય પુરૂષ, ઓમ ટાઉનશીપ પાસોદરા 60 વર્ષીય મહિલા, નાણાવટ શેરી ઉંભેળ 60 વર્ષીય પુરૂષ, રામ ક્રિષ્ણા રો હાઉસ ખોલવડ.

અન્ય સમાચારો પણ છે...