કોરોના અપડેટ:જિલ્લામાં એક દિવસમાં જ કોરોનાના કેસ ત્રણ ગણાં વધીને 34 પર પહોંચી ગયા

બારડોલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા 76 થઇ ગઇ

સુરત જિલ્લામાં કોરોનાની ચોથી લહેરે દસ્તક દીધી હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈરહ્યો છે. સુરત જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ ઘણા વધી ગયા છે. ગુરુવારનો રોજ જિલ્લામાં 34 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ નીરંતર વધી રહ્યું છે. જૂન માસની શરૂઆતથી જ જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુરુવારના રોજ પોઝિટિવ કેસ ત્રણ ઘણા થઈ ગયા છે. જે એક ચિંતાનો વિષય ગણી શકાય. બુધવારના રોજ 12 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જે વધીને ગુરુવારે 34 થઈ ગયા છે.

ગુરૂવાર34 પોટીવ નોંધાતાની સાથે જ કુલ સંક્રમીતોની સંખ્યા 42926 થઈ છે. જ્યારે 6 દ્રદીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 42291 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 76 થઈ છે. જિલ્લામાં વધતા જતા કેસને લઈ ફરી લોકોએ સ્વયં માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે.

ગુરુવારે પલસાણા અને કામરેજમાં 9-9 કેસ

તાલુકોકેસ
બારડોલી2
ચોર્યાસી4
કામરેજ9
મહુવા1
માંડવી0
માંગરોળ3
ઓલપાડ6
પલસાણા9
ઉંમરપાડા0
કુલ34
અન્ય સમાચારો પણ છે...