તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર ઓછો થયો:સુરત ગ્રામ્યમાં સપ્તાહની અંદર કોરોનાના કેસ 14 ટકા ઘટતાં રાહત

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 એપ્રિલથી 2મે સુધીના પ્રથમ સપ્તાહમાં 2579 કેસ હતા, જે બાદ 3થી 9 મે સુધીમાં 2246 કેસ નોંધાયા

સુરત જિલ્લામાં કોરોનાએ એપ્રિલ માસમાં હાહાકાર મચાવ્યો હતો. સુનામી આવી હોય તેમ જિલ્લામાં કોરોનાના કેસમાં ધરમખ વધારો નોંધાયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ થયા અને મોટી સંખ્યામાં લોકોએ જીવ ખોયો છે. આ દરમિયાન હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હતી, સ્મશાનોમાં લાઈનો લાગી અને ઓક્સિજનની પણ ભારે અછત સર્જાય હતી.

જોકે, એપ્રિલના છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા હતાં. એપ્રિલની 26થી મેના 2 તારીખ સુધીમાં કુલ 2579 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મે મહિના બીજા સપ્તાહમાં ઘટીને 2246 થઈ ગયા છે. જિલ્લામાં 14.83 ટકા પોઝિટિવ કેસમાં ઘટાડનો નોંધાયો છે. જેના પરથી કહી શકાય કે કોરોના મંદ થઈ રહ્યો છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગને આંશિક રાહત મળી છે. કોરોના અંગે હજુ પણ લાપરવાહી કરવી યોગ્ય નથી.

કોરોનાને હરાવનારા 24 હજારને પાર
સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમી ગતિએ કાબૂમાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમીત બાદ સાજા થવાની સંખ્યા 24 હજારને પાર કરી છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણની 300ની અંદર આવી રહ્યું છે. પરંતુ મોતની રફતાર ઘટતી નથી.

સોમવારના રોજ 269 કોરોના સંક્રમીત થઈ ગયા હતાં. જેની સાથે કુલ 27945 જેની સામે આજરોજ 378 લોકોએ કોરોનાને માત આપતા 24328 પર આંકડો પહોંચ્યો છે. જ્યારે આજરોજ 3 દર્દીએ કોરોના સામે હારી ગયા છે. જેમાં માંગરોળનો 31 વર્ષીય યુવક, કામરેજના કરજણના 50 વર્ષીય યુવક અને પલસાણાના વણેસા ગામા 50 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. જેની સાથે મરણાંક 385 થયો છે.

અન્ય સમાચારો પણ છે...