કોરોના અપડેટ:જિલ્લામાં જૂન કરતા જુલાઈમાં કોરોનાના કેસ 4 ગણા વધ્યા, પરંતુ મહત્તમ દર્દી ઘરે જ સાજા થયા

કડોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનમાં 192 કેસ નોંધાયા હતા જે વધીને જુલાઈમાં 752 થયા

સુરત જિલ્લામાં સતત કોરોના સંક્રણના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે એક ગંભીર બાબત કહી શકાય. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે કોઈ દર્દીએ ગંભીર સ્થિતિમાં મુકાયું નથી. મહત્તમ હોમ આઈસોલેશનમાં દર્દીઓ સારા થઈ રહ્યાં છે. જેથી કોઈ કોરોનાને ગંભીર રીતે લેતા નથી. જૂન માસમાં 192 કોરોના પોઝિટિવ કેસ નોધાયા હતાં. જે જુલાઈમાં ચાર ઘણા વધીને 752 થયા છે. સુરત જિલ્લામાં ફેબ્રુઆરીથી કોરોનાની ત્રીજી લહેર ઓસરવા લાગતાં કેસમાં ઘટાડો નોંધાયો હતો. જે ઘટાડો જૂન માસ સુધી યથાવત રહ્યો હતો. 10મી જૂન બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો.

જૂન માસના પ્રથમ દિવસે કુલ 42826 સંક્રમિતોની સંખ્યા હતી. જેમાં જૂન માસમાં 192 કેસ નોંધાતા કુલ 43018 થયા હતાં. જ્યારે જુલાઈ માસમાં 752 પોઝિટિવ નોંધાતાં આ કેસ ચાર ઘણા વધી ગયા હતાં. જુલાઈ માસના અંતે કુલ સંક્રમિતોની સંખ્યા 43770 નોંધાઈ હતી. જૂન માસમાં 192 સામે 98 દર્દીઓ સારા થયા હતાં. જુલાઈ માસમાં 752ની સામે 614 દર્દીઓ રિકવર થયા હતાં. જૂન માસમાં એક્ટિવ કેસ 94 હતાં. જે જુલાઈમાં વધીને 138 થયા હતાં.

ભલે કેસ વધ્યા, પણ છેલ્લા 4 માસથી કોરોનાને કારણે દર્દીનું મોત નહિ: સુરત જિલ્લામાં જૂન માસથી કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. જુલાઈ માસમાં પોઝિટિવ કેસમાં ચાર ઘણો વધારો નોંધોયો છે. જ્યારે રાહતની વાત એ છે કે છેલ્લા 4 માસથી કોરોનાને કારણે કોઈપણ દર્દીનું મોત થયાનું નોંધાયું નથી.

જુલાઈ માસમાં રિકવરી રેટ ઘટ્યો : જૂન માસમાં રિકવરી રેટ 98.41 હતો, જે જુલાઈ માસમાં ઘટીને 98.19 થયો છે.

સોમવારે જિલ્લાના 39માંથી 17 કેસ માંગરોળમાં નોંધાયા
સુરત જિલ્લામાં સોમવારના રોજ કોરોના સંક્રમનો આંક 39 પોઝિટિવ નોંધાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકા બારડોલી 7, સંક્રમણનો 1, કામરેજ 3, મહુવા 2, માંડવી 3, માંગરોળ 17, ઓલપાડ 6 પોઝિટિવ નોંધાયા હતાં. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 43809 દર્દીઓ સંક્રમીત થયા છે. તેમજ આજરોજ 28 દર્દીએ કોરોનાને માત આપતાં જિલ્લામાં 43007 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હાલ જિલ્લામાં 243 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

માત્ર 1 દર્દી હોસ્પિટલમાં અન્ય હોમ આઇસોલેટ
જિલ્લામાં હાલ 232 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. તે પૈકી માત્ર એક દર્દી માંડવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ રહ્યો છે. તેની પણ સ્થિતિ સ્ટેબલ છે. બાકીના દર્દીઓ હોમએસોલેશનમાં છે. > ડૉ. હસમુખ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...