સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રવિવારે જિલ્લામાં એક પણ કોરોના દર્દી નોંધાયો નથી 67 દિવસ પછી 0 કેસ નોંધાયો છે. 28 ડિસેમ્બર 2021 નારોજ કોરોનાનો એક પણ દર્દી જિલ્લામાં નોંધાયો ન હતો ત્યાર બાદ સતત કેસ શરૂ થયા હતા. એક સમયે 600થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ધીરે ધીરે ઘટાડો શરૂ થયો હતો.
છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓ સાજા થયા છે જિલ્લામાં કુલ સંક્રમીતની સંખ્યા 42807 થઈ છે જ્યારે વધુ 7 દર્દી સાજા થતા 42232 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં 17 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે બારડોલી તાલુકાના 50 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થતા જિલ્લાનો કુલ મૃત્યુ આંક 558 થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.