તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સુરત જિલ્લામાં 179 કેસ સાથે કોરોના ફરી નવી ટોચે, બારડોલીમાં સૌથી વધુ 58 કેસ

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કામરેજમાં 38 અને પલસાણામાં 32 કેસ

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યું છે. રવિવારના દિવસે જિલ્લામાં રેકોર્ડબ્રેક 179 કોરોના દર્દીઓ નોંધાયા છે. જે મળી કુલ કોરોના સંકરમીટનો આંક 15,590 પર પહોંચ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. રવિવારના રોજ 138 દર્દીઓ સાજા થતાં કુલ 13.973 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનુ મોત થયું નથી જ્યારે હાલ જિલ્લામાં 1329 દર્દીઓ સારવાર હેઠળ છે.

સુરત જિલ્લામાં નોંધાયેલા 179 કોરોના દર્દીઓમાં બારડોલી તાલુકામાં જ જિલ્લાના આજ સુધીના સૌથી વધુ 58 દર્દીઓ નોંધાતા તાલુકાનાં લોકો તેમજ તાલુકા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી છે, તો જિલ્લામાં સૌથી ઓછા કોરોના દર્દીઓ ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં એક એક કોરોના દર્દીઓ નોંધાયા છે.

મંત્રી ગણપત વસાવા તથા તેમના પત્ની સંક્રમિત
માંગરોળના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ જાતે સોસિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યુ કે રવિવારે તેઓનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે અને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ થઈ રહ્યા છે, તેમના પત્ની પણ સંક્રમિત થયાની જાણકારી મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો