તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારે શાંતિ:સુરત અને તાપી જિલ્લામાં કોરોના એક્ટિવ કેસ ઘટીને 60 થયા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનામાંથી કાયમી છુટકારો મેળવવા આ કતાર કામ લાગશે - Divya Bhaskar
કોરોનામાંથી કાયમી છુટકારો મેળવવા આ કતાર કામ લાગશે

આનંદો સુરત જિલ્લામાં કોરોનાની બીજી લહેરનો અંત કહીએ તો ખોટું નથી. શનિવારના રોજ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની સામે 11 લોકોએ કોરોનાને માત આપી છે. તેમજ મોત પણ આજે 0 નોંધાયું છે.

શૂન્યની કોઈ કીંમત હોતી નથી. પરીક્ષામાં કે સ્પર્ધામાં 0 આવે તો નિરાશ થઈ જાય છે. જ્યારે કોરોનાએ તેની પરીભાષા ઉલટ કરી દીધી છે. જિલ્લામાં કોરોના 0 આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શનિવારના રોજ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા જિલ્લો આજે નવા કેસમાંથી મૂક્ત રહ્યો છે. તેની સામે 11 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેની સાથે અત્યાર સુધીમાં કોરોનાને માત આપનારની સંખ્યા 31518 થઈ ચૂક્યા છે.

તેમજ એક્ટિવ કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે. શનિવારના રોજ એક્ટિવ કેસની સંખ્યા 60 રહી હતી. 0 કેસ સાથે કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો હોય તેમ કહી શકાય. પરંતુ હજુ લોકોએ કોરોના સામે સાવચેતી રાખવાની અને સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત નું પાલન કરવાની જરૂર છે.

તાપીમાં હાલ માત્ર 1 જ એક્ટિવ કેસ
શનિવારે તાપી જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી અને કોરોના એક્ટિવ કેસની સંખ્યા હાલ માત્ર 01 છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ 3882 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 3754 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 1127 દર્દીઓના મોત નિપજ્યા છે. તાપી જિલ્લામાં કોરોના ના ત્રીજા લહેર માં સાવચેત રહેવાની જરૂર છે.

જનતા વેક્સિન લેવા ઉત્સાહિત પણ આપવામાં તંત્ર વામણું પુરવાર
તરસાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વહેલી સવારે વેક્સિન લેવા માટે લોકોની લાંબી કતાર લાગી જાય છે. રોજિંદા 200થી 300 લોકોની લાઇન સામે માત્ર 100 જણાને વેક્સિન અપાય તેટલો વેક્સિનનો જથ્થો આવે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહી લોકોએ નિરાશ થઈન પરત ફરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...