ઓઇલ કંપની ઓએ ગેસના ભાવામાં ફરી એકવાર વધારો કરતા સામા તહેવારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું બારડોલી નગર સહીત તાલુકાના અંદાજે 63હજાર ગેસ કનેક્શન ધારકોને મહિને 31.50 લાખ રૂપીયા વધારે ચૂકવવાની નોબત આવતા લોકોમાં નારાજાગી હોલીના તહેવાર ટાણે જ ગેસના ભાવમાં વધારો થતા ગૃહિણીઓને રસોઈ બનાવવાનો ખર્ચ વધશે સાથેજ કોમર્શિયલ ગેસની બોટલમાં બોટલે 350 રૂપિયાનો વધારો થતા ખાણી પીણીની લારી તેમજ હોટેલોમાં પણ જમવાનું મોંઘુ થવાની શક્યતા રહેલી છે.
છેલ્લા 8 માસથી સ્થિર રહેલાં રાંધણ ગેસના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીંકાયો છે જેમાં ઘરેલુ રાંધણ ગેસ ના બોટલમાં 50 રૂપિયા તો કોમર્શિયલ ગેસની બોટલે રૂ 350 નો વધારો નોંધાયો છે.નવા ભાવ વધારા મુજબ ઘરેલુ રાંધણ ગેસ જે અગાઉ 1060રૂપોયાંમાં મળતો તે હવે 1110રૂપિયા થયાં છે.
જ્યારે કોમર્શિયલ ગેસની બોટલના 1720થી વધી 2070થતા હવે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ કાણી પીણી ની હાટળી અને ચાની લારી ચલાવનારા નાના વેપારીઓને પણ વધુ એક મોઘવારીનો ઝટકો લાગ્યો છે. જેને લઇ આગમી દિવસોમાં રેસ્ટોરન્ટ માં જમવું કે ફાસ્ટ ફૂડ પણ મોહઘું થવાની શક્યતા રહેલી છે. હોળી ટાણે જ ગેસના ભાવ વધતા ગૃનિણીઓને મોંઘવારીનો એક વધુ માર પડ્યો છે.
મોંઘવારીને લઇ ગૃહિણીનીચિંતાવધી
બારડોલી નગર સહીત તાલુકામાં વપરાતા કોમર્શિયલ તેમજ ઘરેલુ ગેસ બારડોલીમાં અંદાજે 63હજાર ઘરેલુ ગેસ કનેકશન છે. અને એવરેજ એક મહિને એક બોટલનો વપરાશ થાય છે ત્યારે ભાવ વધારાને લીધે 31.50 લાખ વધુ ચૂકવવા પડશે તો પ્રતિ માસ અંદાજે 4000 બોટલ કોમર્શિયલ ગેસનો વપરાસ થતો હોવાથી હેટેલ, રેસ્ટોરન્ટ ધરકોને 14 લાખ રૂપિયાનું ભારણ વધ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.