તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની પાર્લામેન્ટરી બોર્ડમાં સભ્યોની વરણીનો વિવાદ વકર્યો

માંડવી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોર્ડમાં 11 સભ્યોની વરણી રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખે મનસ્વી રીતે કરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને પગલે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં પાલાઁમેન્ટરી બોર્ડની રચના બાબતે ઉગ્ર વિવાદ સર્જાતા રાજ્ય સંઘના ઉપપ્રમુખ પી. ડી. રણાએતથા ઉપાધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચૌહાણે પાલાઁમેન્ટરી બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડયા છે.

આજ સુધી બોર્ડમાં આચાર્ય સંવગઁની પાંચ બેઠક હતી અને પાલાઁમેન્ટરી બોર્ડમાં રાજ્યના ચાર ઝોનના ચાર સભ્ય તથા એક અધ્યક્ષ મળી કુલ 5 વ્યક્તિની વરણી રાજ્ય આચાર્ય સંઘના સાંસદો, કારોબારી સભ્યો તથા ઘટક સંઘના પ્રમુખ-મંત્રી કરતા હતા. જ્યારે આ વખતે કોરોના બહાના હેઠળ પાલાઁમેન્ટરી બોર્ડમાં 11 સભ્યોની વરણી રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખે મનસ્વી રીતે જ પોતાના મળતિયાને લઈ કરી દીધી.

પ્રિ. પી. ડી. રણાએ પોતાના પાલાઁમેન્ટરી બોર્ડના સભ્યપદેથી રાજીનામા આપતા પત્રમાં જણાવ્યુ છે કે આચાર્ય સંઘમાં વર્ષોથી પરંપરા છે કે જે વ્યક્તિ પાલાઁમેન્ટરી બોર્ડમાં હોય તેનું નામ ઉમેદવાર તરીકે પસંદ ના કરાય. સંઘના બંધારણ પ્રમાણે જે વ્યક્તિ ઘટક સંઘમાં પાંચ વર્ષથી સભ્ય હોય તે જ ઉમેદવારી કરી શકે. જે જિલ્લાને બોર્ડમાં સભ્યપદ મળી ગયું હોય તે જિલ્લાને બદલે અન્ય જિલ્લાના ઉમેદવારને પસંદ કરવા જોઈએ.

આ સિવાય બીજા સાત મુદ્દા પી. ડી. રણાએ પત્રમાં તથા સંઘની સભામાં ઉઠાવ્યા હતા પરંતુ તેનો સંતોષકારક ખુલાસો કરવાને બદલે બંધારણમાં ફેરફાર થઈ શકે તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. બંધારણમાં ફેરફાર કરવા માટે પણ બંધારણને જ અનુસરવું પડે પણ બંધારણમાં ફેરફાર કર્યા વિના જ સંઘના પ્રમુખ ફક્ત પોતાને અનુકૂળ આવે તેવા બિનબંધારણીય નિર્ણયો લઈ રહ્યા હોવાથી પાલાઁમેન્ટરી બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું રણાએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલે પણ પાલાઁમેન્ટરી બોર્ડની રચનાને ગેરબંધારણીય ગણી કારોબારી સભા બોલાવવા માંગણી કરી છે. બોર્ડમાં 11 વ્યક્તિની નિમણૂકમાં દક્ષિણ ગુજરાતમાંથી માત્ર એક જ વ્યક્તિને પ્રતિનિધિત્વ આપવામાં આવી અન્યાય કરવામાં આવતા દક્ષિણ ગુજરાતના આચાર્યોમાં સંઘ પરત્વે ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે, જેનું પ્રતિબિંબ બોર્ડની ચૂંટણીમાં પણ પડવાની સંભાવના વર્તાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો