વરસાદ:બારડોલી જિલ્લામાં સતત મેઘમહેર, ઓલપાડમાં 4 ઇંચ, તા. પં. ભવનની છત ધરાશાયી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદી પાણીનો નિકાલ કરતી સેના ખાડી બે કાંઠે. - Divya Bhaskar
વરસાદી પાણીનો નિકાલ કરતી સેના ખાડી બે કાંઠે.

સુરત જિલ્લામાં મેઘરાજાએ સપ્ટેમ્બરની શરૂઆતથી જ મહેર વરસાવી છે. ઓલપાડ તાલુકામાં મંગળવારની મોડી રાત્રીથી શરૂ થયેલા વરસાદનું બુધવારે પણ જોર યથાવત રહેતા, સવારથી ઝડપી પવન સાથે થયેલા ભારે વરસાદને લઈને સેના ખાડી બે કાંઠે વહેતી થઇ હતી, 6 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આટલા વરસાદમાં ઓલપાડ તાલુકા પંચાયત ભવનની છત ધરાશાયી થઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટેની સેના ખાડી બે કાંઠે વહેતી થઈ હતી.

ઓલપાડ મામલતદાર કચેરીના જણાવ્યા મુજબ સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 17 મિ મી, જ્યારે 8થી 10 વાગ્યા સુધીમાં 62 મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો. 10થી 12 સુધીમાં પણ 12 મિમી વરસાદ થતાં બપોર સુધીમાં

વાલોડમાં પોણો જ્યારે ઉચ્છલમાં અડધો ઈંચ
તાપી જિલ્લામાં છ તાલુકાઓમાં જળ બંબાકાર વિસ્તારોમાં ધમાકેદાર મેઘરાજાએ એન્ટ્રી કરતાં ઠેર ઠેર ઝાપટાં પડ્યાં હતાં. સવારે છ વાગ્યેથી સાંજે સાત વાગ્યા સુધીમાં તાપી ડિઝાસ્ટર કંટ્રોલરૂમ પરથી મળતી માહિતી મુજબ વાલોડ 15 એમ એમ સોનગઢ 09એમ એમ, કુકરમુંડા 00 એમ એમ ઉચ્છલ 13 એમ એમ અને નિઝરમાં 4 એમ એમ વ્યારામાં 03 એમ એમ જ્યારે ડોલવણ 04 એમ એમ છેલ્લા બાર કલાકમાં સારો રહ્યો હતો. તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલોડ તાલુકાના ગામોમાં વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...