બારડોલી તાલુકાના સુરાલી ગામે આવેલ હાટ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂષિત પાણી કોઈ પણ ઉપયોગમાં આવતું નથી. જેથી રહીશોએ મિનરલ વોટર મજબૂરીવસ લેવું પડી રહ્યું છે. આ અંગે પંચાયતને રજૂઆત કરવામાં આવી હોવાનું રહીશો જણાવી રહ્યાં છે. પાણીની મુશ્કેલીથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે.
સુરાલી ખાતે આવેલ હાટ ફળિયાના 70થી 80 ઘરોમાં ગ્રામ પંચાયત દ્વારા પહોંચાડવામાં આવતું પીવાનું પાણી દૂષિત (ડોહળુ) આવતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી એટલું બધુ દૂષિત આવે છે કે પીવામાં કે રસોઈમાં ઉપયોગમાં લઈ શકતું નથી તેમજ નહાવા માટે પણ ઉપયોગ લાયક નથી. જેથી રહીશોએ રસોઈ માટે પાણી બજારમાંથી ખરીદીને લેવું પડે છે.
અથવા અન્ય કોઈ જગ્યાએથી ભરીને લાવવું પડે છે. આ અંગે અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. રહીશોના જણાવ્યા અનુસાર પાણીને કારણે અમારે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે.
રસોઈ અને પીવા માટે પાણી અન્યથી લાવવું પડે છે
સ્થાનિક મહિલાના જણાવ્યા અનુસાર પાણી ડહોળુ હોવાથી રસોઈમાં કે નાહવામાં ઉપયોગમાં આવતું નથી. છેલ્લા ઘણા સમયથી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. રસોઈ અને પીવા માટે અન્ય જગ્યાએથી પાણી લાવવું પડી રહ્યું છે.
બોર દૂષિત થઈ ગયો છે
પાણી જે બોરમાંથી આવે છે તે બોર દૂષિતિ થઈ ગયો છે. જેના કારણે પાણી દૂષિત આવે છે. સમસ્યાને ધ્યાને લેતા વિઠ્ઠલ નગર સોસાયટીમાં આપવામાં આવતું પાણીની ટાંકીનું કનેકશન હાટ ફળિયાની લાઈનમાં જોડી દેવાયું છે. નરેશ મૈસુરિયા, ઉપસરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.