હુમલો:માંગેલા ભાવે સામાન આપાવની ના પાડતા ગ્રાહકનો વેપારી પર હુમલો

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી નગરના ગાંધીરોડ પર બનેલી ઘટના
  • હુમલો કરનાર સામે બારડોલી પોલીસમાં ફરિયાદ

બારડોલીના ગાંધીરોડ પર મદીના કોમ્પ્લેક્સમાં આવેલ ઓટો સ્પેરપાર્ટ્સમાં આવેલ 2 ગ્રાહકો સમાન ખરીદવા આવ્યા હતા, સમાનનો ભાવ બાબતે દુકાનદારને નહિ પોસાતાં, ના પાડી હતી. જેથી ગ્રાહક ઉશ્કેરાઈ જઈ, દુકાનદારને મારમારતા ઘટના બાબતે બારડોલી પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અસ્તાન ગામે સુગર ફેક્ટરી નજીક આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રામચંદ્ર નારાયણભાઈ નાયરે બારડોલી પોલીસમાં આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ બારડોલી નગરમાં ગાંધીરોડ પર મદીના કોમ્પ્લેક્સમાં ઓટો સ્પેરપાર્ટ્સની દુકાન આવેલ છે.

મંગળવારના રોડ બારડોલીના આશિયાના નગરમાં રહેતા મોસીનભાઈ અને કાસમભાઈ દુકાન પર સામાન લેવા આવ્યા હતા. જે સમાનનો ભાવ દુકાનદારને નહિ પોષતા, આપવાની ના પાડી હતી. જેથી મોસીનભાઈ ઉશ્કેરાઈ ગયો હતો. અને ગાળાગાળી કરતા, દુકાનદારે ગાળ નહિ બોલવા કહેતા, ઉશ્કેરાઈ ગયેલ યુવકે દુકાનમાં ઘુસી દુકાનદાર રામચંદ્ર નાયરને માર મારતા, પાડોશી દુકાનદારોએ છોડાવ્યો હતો, જે ઘટના બાબતે બારડોલી પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...