તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુધારો:બારડોલીમાં 1.30 કરોડની RCC વોલનું નિર્માણ હવે નવી ડિઝાઇન મુજબ,જેથી માર્ગ વધુ મોકળો બનશે

બારડોલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રામજીમંદિરની પાછળ આરસીસી વોલનું કામની સ્ટ્રક્ચર ડિઝાઇનમાં કર્યો ફેરફાર. - Divya Bhaskar
રામજીમંદિરની પાછળ આરસીસી વોલનું કામની સ્ટ્રક્ચર ડિઝાઇનમાં કર્યો ફેરફાર.
 • જુના સ્ટ્રક્ચરની ડિઝાઇનમાં માર્ગ સાંકડો જણાતા નવી ડિઝાઇન બનાવાઇ

બારડોલી નગરના રામજી મંદિર પાછળ લો લેવલ પુલના છેડાથી ગણેશ વિસર્જન ઓવરા થઈ શાકભાજી માર્કેટ જવા માટે પાલિકાએ સુવિધા કરવાનું નક્કી કર્યું હતું. નદી કિનારે આર. સી. સી. વોલ બનાવી માટી પુરાણ કરી 120 મિટર રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સ્ટ્રક્ચરની ડિઝાઇનમાં ખામી આવતા, કામ બંધ કરાવ્યું હતું. નગરજનોની ભવિષ્યને ધ્યાનમાં રાખી વધુ સારી સુવિધા મળી રહે, માટે કન્સલ્ટને નવી સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવી ગાંધીનગર સ્ટ્રક્ચર એન્જીનિયરોની પેનલમાં મોકલવામાં આવ્યું છે. મંજૂરી આવતા નવી ડિઝાઇન મુજબ ફરી કામગીરી શરૂ કરવામાં આવશે.

માર્ગ પહોળો થતાં મોટા વાહનો પણ સરળતાથી પસાર થઇ શકશે, જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે
બારડોલી નગરના લીમડાચોકથી મીંઢોળાનદીના ગણેશવિસર્જન ઓવરા જવાના માર્ગ પર શાકભાજી માર્કેટ આવતી હોવાથી સવારથી રાત્રિ દરમિયાન વાહનો લઈને પસાર થવું ખૂબ લગભગ અશક્ય બની જતું હોય છે. આ વર્ષો જૂની જટિલ સમસ્યાને કાયમી દૂર કરવા માટે પાલિકાએ નિરાકરણરૂપી હલ લાવવાનું નક્કી થયું હતું. રામજી મંદિરની પાછળથી સબમર્શિબલ લોલેવલ પુલના છેવાડેથી નદીના કિનારા પર આર.સી.સી. દીવાલ બનાવી અંદર માટી પુરાણ કરી ગણેશ વિસર્જન ઓવરા સુધી 120 મીટરનો અંદાજીત 1.30 કરોડના ખર્ચે 5 મીટરનો પહોળો માર્ગ બનાવવાનું નક્કી થયું હતું. એજન્સીએ સ્ટ્રક્ચરનું કામ પણ શરૂ કર્યું હતું. પરંતુ ત્યારબાદ સ્ટ્રક્ચરની અગાઉની ડિઝાઇનમાં ખામી હોવાનું જણાયું હતું. ભવિષ્યને ધ્યાનમાં રાખી માર્ગ 5 મીટરથી વધુ પહોળાઈ કરવામાં આવે તો, વાહનોની સીધી અવરજવર શક્ય બની શકે. જે નગરજનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે. જેથી જૂની સ્ટ્રક્ચર ડિઝાઇન મુજબ ચાલતું કામ બંધ કરાવ્યુ હતું. પાલિકાના કન્સલ્ટન ભવિષ્યની સુવિધાને ધ્યાનમાં રાખી ફરી નવી ડિઝાઇન બનાવી હતી. જે તાજેતરમાં ગાંધીનગર ખાતે સ્ટ્રક્ચર પેનલના અધિકારીઓના અભિપ્રાય માટે મોકલવામાં આવી છે. જે મંજૂરી સાથે ફરી કામગીરી શરૂ કરવામાં આવશે.

શાકભાજી ભરેલા વાહનો માટે કાયમી અવરજવરની સુવિધા મળશે
નવી સ્ટ્રક્ચર ડિઝાઇનમાં માર્ગની વધુ મોકળાશ મળે એ પ્રમાણે તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. રસ્તો પહોળો થતાં ભવિષ્યમાં શાકભાજી માર્કેટમાં ખેડૂતો અને વેપારીઓ નવા લોલેવલ પુલથી સીધા શાકભાજી ભરેલ વાહનો લઈ અવરજવર કરી શકાશે. જેનાથી ભવિષ્યમાં લીમડાચોકથી શાકભાજી માર્કેટમાં ભારે વાહનોના પ્રવેશથી થતી ટ્રાફિકની સમસ્યા કાયમી દૂર થશે. જેથી નગરજનોને રાહત થશે.

નદીના પાણીના પ્રવાહથી દિવાલને કોઇ અસર નહીં થાય
સ્ટ્રક્ચર પેનલની અધિકારીઓની ટીમ મીંઢોળા નદીના કિનારે આરસીસી વોલ બનાવવાનું હોવાથી નવી સ્ટ્રક્ચર ડિઝાઇનમાં નદીના પાણીના પ્રવાહથી કોઈ અસર થઈ શકે સહિતનો અભ્યાસ કરી બાદમાં મંજૂરી આપવામાં આવે છે. કોઈ સુધારો હોય, તો જાણ કરી ફેરફાર કરી સૂચન મુજબ કામ કરવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો