તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મહુવા તાલુકાની 3 અને બારડોલીની 4 બેઠક સામાન્ય હોવા છતાં કોંગ્રેસે ઓપન કાર્યકરોની અવગણના કરી

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી તરફ ભાજપે મહુવામાં 2 અને બારડોલીની તમામ 4 બેઠકો પર સામાન્ય ઉમેદવારોને ટિકિટ આપી

સુરત જિલ્લા પંચાયતની બારડોલી તાલુકાની 4 અને મહુવા તાલુકાની 3 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ સમિતિએ સામાન્ય કાર્યકરોની અવગણના કરી એક પણ બેઠક સામાન્ય કાર્યકરોને ટિકિટ ન આપી સામાન્યના કાર્યકરોની અવગણના કરી હોવાની ચર્ચા ઉઠી છે જેને લઇ પાર્ટીના ઓપન કેટેગરીના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 14 હજારથી વધુ ઉજળિયાત મતદારો છે. ત્યારે ચૂટણી પંચ દ્વારા લાંબા સમય પછી પહેલીવાર જિલ્લા પંચાયતની 4 બેઠકોમાં 1 બક્ષિપંચ અને અન્ય 3 બેઠકો સામન્ય ઉમેદવારો માટે જાહેર કરતાં સામાન્ય કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, અને પોતાની ટિકિટ માટે દાવેદારી કરી હતી. પરંતુ આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતા મહુવા તાલુકામાં જાતિય સમીકરણ વિચારી બેઠક કબજે કરવા પોતાની પાર્ટીના વર્ષો જૂના કાર્યકરોની અવગણના કરી તમામ બેઠકો પર આદિવાસી ઉમેદવારોને પ્રાધાન્ય આપી મેનડેટ આપ્યા છે.

જેથી ઓપનમાં આવતા ટિકિટ વાંછુક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે, બીજી તરફ મહુવામાં (સામાન્ય) ઓપનના કાર્યકરોને કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં પણ મહત્વનુ સ્થાન આપવામાં આવતું ન હોવાનો કાર્યકરોમાં ગણગણાટ છે. જ્યારે સામાપક્ષે ભાજપે મહુવામાં 3 બેઠકો પૈકી 2 બેઠકો સામાન્ય ઉમેદવારોના ફાળે આપી કાર્યકરોના માન સાચવ્યા છે. બારડોલી તાલુકામાં જિલ્લાપંચાયતની 5 બેઠકો પૈકી 4 સામાન્ય બેઠકો પર તમામ સામાન્ય ઉમેદવારોને ભાજપે સ્થાન આપ્યું છે.

તો બારડોલી તાલુકાની તમામ જિલ્લા પંચાયત બેઠકો પર કોંગ્રેસ પક્ષે સામાન્ય ઉમેદવારોની અવગણના કરી 4 બેઠકો પર આદિવાસી ઉમેદવારો ઉતાર્યા છે, તો 1 બેઠક પર બક્ષિપંચ ઉમેદવારને ઉતાર્યા છે. જેથી કોંગ્રેસ સમિતિના સામાન્ય કેટીગરીના કાર્યકરોમાં પોતાની સાથે અન્યાય થયો હોવાનો ગણગટાટ જોવા મળી રહ્યો છે. મહુવા તાલુકામાં 14 હજારથી વધુ એટલે કે નિર્ણાયક મતદાન ધરાવતો સ્વર્ણવર્ગમાં વ્યાપેલી નારાજગી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે કેવું પરિણામ લાવે તે જાવું રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો