ઉગ્ર રજૂઆત:NEET, JEE સહિત ખખડધજ રસ્તા બાબતે કોંગ્રેસનું આવેદનપત્ર

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહામારી વચ્ચે પરીક્ષા મોકૂફ રાખવી જોઈએ-ડો. તુષાર ચૌધરી

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં ચાલી રહેલી neet અને jee પરિક્ષા સહિત ગુજરાત અને સુરતના રસ્તા પર પડેલા ખાડા બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શું સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા નથી કરવા માંગતી?
સરકાર દ્વારા હાલમાં લેવાઈ રહેલી neet અને jeeની પરીક્ષા બાબતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ( ધારાસભ્ય) આનંદભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આવેદનપત્ર માંડવી પ્રાંત અધિકારીને આપતા જણાવ્યું હતું કે દરેક નાગરિક ના મનમાં પ્રશ્ર્ન છ. કે આ મહામારીનો અંત ક્યારે આવશે? આવી પરિસ્થિતિમાં શાળા, મોલ, સિનેમા હોલ, બાગ બગીચા અને જાહેર મેળાવડાઓ સરકાર તરફથી બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બીજી બાજુ શું સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા નથી કરવા માંગતી? આવા ભયભીત વાતાવરણમાં NEET અને JEE જેવી પરિક્ષા યોજવી કેવી રીતે શક્ય છે? સરકારના પરિક્ષા યોજવાના નિર્ણયને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બહિષ્કાર કરે છે અને પરિક્ષા કોવિડ 19નો ઈલાજ ન મળે અને મહામારી કાબૂમાં ન આવે ત્યાં સુધી મોકૂફ રાખવા આગ્રહ સાથે વિનંતી કરે છે. તેમજ સમગ્ર ગુજરાત માં ડામર રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે. તેને તાત્કાલિક ધોરણે રિકાપેટીગ કરવામાં આવે એ જરૂરી છે નહીં તો આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

તાપી જિલ્લામાં પણ રજૂઆત

વ્યારા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ લગભગ 33 લાખ લાખને વટાવી ચૂક્યું છે. ત્યારે આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર jee અને neet પરીક્ષા લેવાની વાત કરે છે. પરીક્ષા લેવાથી સંક્રમણ પણ વધશે અને દેશનું ભવિષ્ય રોળાઈ એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમે માગણી કરીએ છીએ અમારી વચ્ચે કટોકટીના સંજોગો કોરોના મહામારી વચ્ચે પરીક્ષા મોકૂફ રાખવી જોઈએ અને પરીક્ષા લાયક વાતવરણ ના બને ત્યાં સુધી આ પરીક્ષા સ્થગિત કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...