દિલ્હી ખાતે લોકસભા સદનમા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. જે નિવેદનને લઈ ભાજપ પરિવારમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. સુરત જિલ્લા ભાજપ દ્વારા કડોદરા ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોગ્રેસનાં નેતાનું પૂતળા દહન કરી સુત્રોચાર કરી સોનિયાગાંધી માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ માટે નિવેદનને લઈ ભાજપ પરિવારમાં વિરોધ જોવા મળ્યો
કોગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરી અને કોગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનાં એક નિવેદનને લઇ દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ દ્રૌપતિ મૂર્મુંને કઠપુતળી કહેતા સમગ્ર મામલે ભારે હોબાળા સાથે વિવાદ સર્જાયો હતો. ઉપરાંત રાષ્ટ્રપતિ માટે આવા નિવેદનને લઈ ભાજપ પરિવારમાં વિરોધ જોવા મળ્યો હતો. જેના પ્રત્યાઘાત સુરત જિલ્લામાં પણ જોવા મળ્યા હતા. સુરત જિલ્લા ભાજપનાં કડોદરા ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ ભેગા થઈ પોતાનો રોષ ઠાલવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મુકેશ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ અને ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કડોદરા ચાર રસ્તા ખાતે પોલીસની હાજરીમાં કોગ્રેસનાં વિરોધમાં નારાબાજી કરી અધિર રંજન ચૌધરીનું પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.