કાર્યક્રમ:ઉમરપાડામાં 18.45 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત

વાંકલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગણપતભાઈના હસ્તે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને જોબ કાર્ડ વિતરણ - Divya Bhaskar
ગણપતભાઈના હસ્તે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને જોબ કાર્ડ વિતરણ
  • મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોને જોબ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા

ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ના પ્રયાસથી મંજૂર થયેલા વિવિધ વિકાસના કામોના ખાતમુહુર્ત નો કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો.

જેવા કે, ઉમરગોટ ગામે કદવાલી ફળીયામાં મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ ઉંડા કરવાનું કામ રૂા.3.94 લાખ, સટવાણ ગામે ગમાણ ફળીયામાં ગંભીર નંદરીયાના ઘ૨ થી ફુલસિંગ ગોવલાના ઘર સુધી સી.સી. રસ્તાના કામનું ખાતમુહુર્ત રૂા.2 લાખ, ઝરાવાડી ગામે પટેલ ફળીયામાં બોર, મોટર, પાણીની ટાંકી અને પાઈપ લાઈનના કામનું ખાતમુહુર્ત રૂા.2.26 લાખ, ઝરાવાડી ગામે ગણેશ શુક૨ના ઘરથી સ્મશાન તરફ રસ્તાના કામનું ખાતમુહુર્ત રૂા.1.00 લાખ, જોડવાણ ગામે મોતીરામ ગોનીયાના ઘરથી જાવિદ મકરાણીના ઘર તરફ જતો રસ્તાનું ખાતમુહુર્ત રૂા.2 લાખ, ખનોરા ગામે દિનકર ખાત૨ીયાના ઘર પાસે બોર, મોટર, પાણીની ટાંકી તથા હવાડાના કામનું લોકાર્પણ રૂા.2.91 લાખ, ખનોરા ગામે મનરેગા અંતર્ગત સ્મશાન પાસે તળાવ ઉંડુ ક૨વાનું કામ ર 4.30 લાખ મળી 5 કામો માટે રૂા.18.45 લાખ ફાળવવામાં આવ્યા હતા. અને ઉમરગોટ (કદવાલી ફળીયા) તથા ખનોરા ગામે મનરેગા હેઠળ ચાલતા કામોનું સ્થળ નિરીક્ષણ કર્યુ અને શ્રમિકોને જોબ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

ઉનાળાના સમયે શ્રમિકોને કામથી ઘ૨ આંગણે ૨ોજગા૨ી મળી રહે છે. તળાવ અને ચેકડેમો ઉંડા ક૨વાથી જળ સંચય થશે જેનો લાભ ખેડૂતો મળશે.મંત્રી સુરત જિલ્લા ભાજપા સામસિંગ વસાવા, સુરત જિલ્લા કારોબારી ચેરમેન રાજુવસાવા, સુરત જિ.પં., જિ.પં. સુરત, દ૨ીયાબેન વસાવા, પ્રમુખ ઉમરપાડા તાલુકા સંગઠન વાલજી વસાવા, મહામંત્રી અર્જુન વસાવા, અમીષ વસાવા, પ્રમુખ ઉમ૨પાડા તાલુકા પંચાયત શારદાબેન ચૌધરી, કારોબારી અધ્યક્ષ ઉમરપાડા તાલુકા પંચાયત, મોહનભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય તથા સરપંચો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...