તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બારડોલીના શામરીયામોરા પાસે પાણી નિકાલના અભાવે મામલતદારને ફરિયાદ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે સમયે પાણી ભરાવો, હવે ચોમાસામાં તકલીફ ન પડે તે માટે રજૂઆત
  • વરસાદી પાણીનો ભૂંગળામાં નિકાલ ન થતા, પાણી બેક મારતા સમસ્યા થઈ હતી

બારડોલી નગરમાં શામરીયામોરા વિસ્તારમાં ખાડીમાં મોટા ભૂંગળા નાખી માટી પુરાણ કરવામાં આવ્યું હતું. પુલ નજીક વરસાદી પાણીની લાઈનનું જોડાણ હોય, તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડામાં પડેલા વરસાદમાં પાઈપમાંથી પાણીનો નિકાલ નહિ થતા, વરસાદી પાણીની લાઈનમાં પાણી બેક થયુ હતું. પરિણામે વરસાદી પાણી નિકાલના અભાવે દીપનગર નજીક પાણી ભરાઈ જતા તળાવ જેવું દ્રશ્ય નિર્માણ થયું હતું. ચોમાસાની તૈયારી હોય, જે અંગે સ્થાનિક રહીશોએ કરેલી ફરિયાદ આધારે પાલિકાના સીઓ અને મામલતદાર સ્થળ વિઝીટ કરી હતી, અને ચોમાસામાં પાણીનો ભરાવો નહિ થાય તે માટે હંગામી સુવિધા ઉપલબ્ધ કરવાનું જણાવતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

બારડોલી નગરપાલિકા ખાડી પર બોક્સ કલવર્ટનું કામ કરાવે છે. જેમાં શામરીયામોરાથી જલારામ ભીક્ષુક ગૃહ સુધીના ખાડીના પાર્ટમાં મોટા ભૂંગળાની લાઈન નાંખી માટી પુરાણ કરી ઉપરથી વાહનોની અવર જ્વર માટે રસ્તો બનાવવાનું નક્કી થયું હતું. જેથી કરી ચકરાવો ઓછો થઈ શકે. કામ થઈ ગયું છે. શામરીયામોરાના પુલ પાસે ભૂંગળામાં વરસાદી પાણીની લાઈનનું જોડાણ હોય, હાલમાં આવેલ તાઉતે વાવાઝોડામાં પડેલા વરસાદમાં નગરમાં ઘણી જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. જેમાં દીપનગર સોસાયટી નજીક પાણીનું તળાવ થઈ ગયું હતું.

નિચાણવાળો ભાગ પાણીથી તરબોળ થઈ ગયો હતો, જેનું કારણ ભૂંગળામાંથી વરસાદી લાઈનનું પાણીનો નિકાલ નહિ થઈ શકતા, લાઈનમાં પાણી બેકમાર્યું હોવાનું અને પરિણામે રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો. લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની હતી. આ સ્થિતિ ગંભીર હોય, ચોમાસુ નજીક હોવાથી શામરીયામોરા વિસ્તારના રહીશ સહિત બારડોલી મામલતદારને ફરિયાદ કરી પાણી ભરવાનો નિકાલ કરવાની રજૂઆત આધારે મામલતદાર જિજ્ઞા પરમાર, ચીફ ઓફિસર કોમલ ધીનૈયા અને અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી હતી, જેમાં પાણીના નિકાલ માટે ચેમ્બરમાં પાઈપ નાખી ચોમાસુ પૂરતા પાણીનો નિકાલ કરવા બાબતે જરૂરી ચર્ચાવિચારણા બાદ નિર્ણય લેવામાં આવતા, સંતોષકારક જવાબથી આશ્વાસન મળતા રાહત અનુભવી હતી.

પાણી નિકાલ માટે હંગામી સુવિધા ઉપલબ્ધ કરાવાશે
પાણીના નિકાલ માટે આ ચોમાસામાં હંગામી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી સ્થાનિકોને તકલીફ નહિ પડે,ચોમાસુ બાદ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા આયોજન કરી નિરાકરણ લાવવામાં આવશે. > કોમલ ધીનૈયા, ચીફ ઓફિસર, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...