કાર્યવાહી:સિલ કરેલા બાયોડિઝલના પંપનો મુદ્દામાલ સગેવગે થતાં ફરિયાદ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા મલાલદારે જે તે વખતે એક જ પંપને મહિનામાં બે વખત સિઝ કર્યો હતો છતાં સિલ સાથે છેડા કરી ને બાયોડિઝલ સગેવગે થતા પોલીસ ફરિયાદ થઈ હતી. ગત વર્ષે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા બાયોડિઝલ પંપને ડામવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર બાદ ગેરકાયદેસરના બાયોડિઝલ પંપ સિલ કરવાની અભિયાન ચલાવ્યું હતુ. જે અંતર્ગત પલસાણા મામલતદારે મહિનામાં એક જ બાયોડિઝલ પંપને બે વાર સિલ કર્યા હતા. જે બંને પંપના સિલ સાથે છેડછાડ કરી સિઝ કરેલો મુદામાલ સગેવગે કરાતા નાયબ મામલતદાર દ્વારા પોલીસમાં 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

એક વર્ષ અગાઉ 12 મેં ના રોજ તત્કાલીન પલસાણા મામલતદાર ભાવસાર સાહેબે બલેશ્વર પાટિયા પર સંસ્કાર વિદ્યા સંકુલની સામે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં બાયોડિઝલનો પંપ સિઝ કર્યો હતો જે પંપના સિલને તોડી સિઝ કરેલો મુદામાલ સગેવગે કરાતા મામલતદારની ટીમે તપાસ કરતા સિલ સાથે છેડા બહાર આવતા નાયબ મામલતદાર પોલીસમાં દાઉદસિંહ ભવરસિંહ રાજપુરોહિત તેમજ મનોજ કુમાર મનોહરલાલ માળી વિરુધ્ધ ફરિયાદ આપી હતી જે બાદ ગત વર્ષે 16 જુલાઇના રોજ મામલતદાર એન સી.ભાવસાર અને ટિમ દ્વારા બલેશ્વર પાટીયા સંસ્કાર સ્કૂલની સામે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં વિમલ રાજપુરોહિત ગેરકાયદે બાયોડિઝલનો પંપ ચાલતો હતો.

તેની બાતમીના આધારે પલસાણા મામલતદારની ટીમે રેડ કરતા એક ટ્રક નંબર (KA 56 4170) ની ટાકીમાં બાયોડિઝલ ભરી રહ્યા હતા જે દરમ્યાન ત્યાંથી 4500 લીટર બાયોડીઝલ કિંમત ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો તેમજ અન્ય સામગ્રી એક લાખ મળી કુલ ચાર લાખ બેતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી તમેજ પંપ અને બાયોડિઝલનો જથ્થો જેતે વખતે સિઝ કરવામાં આવ્યો હતો. જે સિલ સાથે છેડા કરી બાયોડિઝલનો જઢ્ઢો સગેવગે કરાયાની બાતમી મળતા તપાસ દરમિયાન જથ્થો સગેવગે થયાનું બહાર આવતા નાયબ મામલતદારે પોલીસમાં પંપમાલિક વિમલભાઈ રાજપુરોહિત તેમજ જગમાલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...