ફરિયાદ:કામરેજમાં બોગસ દસ્તાવેજ બનાવી મિલકતો વેચતાં ફરિયાદ

કીમ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 54 મિલકતના અન્યને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યા

કામરેજ ગામે આવેલી 464(બ) વાળી જમીનના બોગસ અને બનાવટી દસ્તાવેજ બનાવી જમીનમાં 54 જેટલી મિલકતોના અન્યને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપતા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. ફરીયાદી મફતભાઈ દેવરાજભાઈ સિરોયા ઉ.વ 53 કે 403 રીવ્યુ હાઇટ્સ પેડર રોડ, મોટા વરાછા, સુરત આ કામના આરોપી વિમલભાઈ પ્રવીણભાઈ પટેલ રહે, ડી 1102 વૃંદાવન હાઇટ્સ,નંદન બંગ્લોઝ સામે, મોટા વરાછા, અબ્રામા રોડ, સુરત મોજે કામરેજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 494 તથા 510 જેનો બ્લોક નંબર 464(બ)જેનું ક્ષેત્રફળ 7899 ચોરસ મીટર વાળી બિન ખેતીની જમીનની અંગે બોગસ તા 11/5/2016 ના રોજ બોગસ ભાગીદારી ડીડ બનાવી એના આધારે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં “ધી ઇન્કમ ડેક્લેરેશન સ્કીમ 2016” અંતર્ગત ખોટી રીતે ઇન્કમ જાહેર કરી ફરિયાદીની ઉપરોક્ત ખુલ્લી જમીનમાં બાંધકામ થઈ ગયેલ હોવા છતાં ખુલ્લી જમીન બતાવીને પોતેજ ખરીદનાર તથા વેચનાર તરીકે અમારા પાવરદાર તરીકે તેઓ પોતેજ હોઈ તેવું બતાવી બોગસ અને બનાવટી દસ્તાવેજ કરી દીધેલ છે.

જે બોગસ અને બનાવટી વેચાણ દસ્તાવેજ ના આધારે અમારી જમીનમાં આવેલ બાંધકામ વાળી મિલકતો પૈકી 54 જેટલી મિલકતના અન્યને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપી ગુનો કર્યો હતો.જેથી ફરિયાદી ફરીયાદી મફતભાઈ દેવરાજભાઈ સિરોયા (53) (રહે. 403 રીવ્યુ હાઇટ્સ પેડર રોડ,મોટા વરાછા,સુરત)નાઓએ આરોપી વિમલભાઈ પ્રવીણભાઈ પટેલ (રહે,ડી 1102 વૃંદાવન હાઇટ્સ,નંદન બંગ્લોઝ સામે, મોટા વરાછા, અબ્રામા રોડ, સુરત) તથા તપાસમાં નીકળે તે અન્યો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...