ગામનો માહોલ ગરમાયો:ચૂંટણીની પૂર્વ સંધ્યાએ તેનમાં મતદારોને રીઝવવા માટે દારૂનું વિતરણ કરાયાની ફરિયાદ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માહોલ તંગ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધ્યો

બારડોલી તાલુકાનાં તેન ગામે મોડી રાત્રે દારૂની બોટલ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર ગ્રામજનોએ ઝડપી પાડી હતી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સ્વિફ્ટ કારમાં બેસેલ ગામનો જ યુવક મતદારોને રીઝવવા માટે ચૂટણીની આગલી રાત્રે દારૂ વહેંચવા નીકળ્યો હોવાનું જણાવ્યુ હતું. ચૂટણી સમયે મોડી રાત્રે દારૂ વહેંચી મતદારોને પ્રલોભન આપવાની ઘટનાને લીધે ગામનું વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવી ગુનો નોંધ્યો હતો.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બારડોલી તાલુકાનાં તેન ગામે સરપંચની ચૂટણી સરૂઆતથી જ ભારે રસાકસી ભરી છે. માજી બારડોલી તાલુકાપંચાયત ઉપ પ્રમુખના પત્ની બીજી ટર્મ સરપંચ માટે ઉમેદવારી કરી છે. તેમની સામે એક યુવા ઉમેદવારે પણ સરપંચની ચૂટણીમાં ઝંપલાવ્યું છે. માજી તાલુકા પંચાયત પ્રમુખ માટે આ ચૂંટણી જીતવી પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે.

આવા સમયે ગત મોડી રાત્રે ગૌચર ફળિયામાં ઇંગ્લિસ દારૂનો જથ્થો સ્વિફ્ટ ડિઝાયર કાર નં. GJ-19-AA-6935માં ભરી મતદારોને વહેંચી રહ્યા હોવાની માહિતી મળતા, ગ્રામજનોએ તેને અટકાવી અંદર તપાસ કરતાં પાછળની સીટ પરથી વિદેશી દારૂની 28 બોટલો મળી આવી હતી. જેની કિમત 2800 તેમજ સ્વિફ્ટ કાર મળી કુલ 2,22,800 રૂપિયાના મુદ્દામાલ સાથે તેન ગામે સાઈનાથ સોસાયટીમાં રહેતા જિગ્નેશ કુમાર નટુભાઈ ચૌધરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂ વહેંચતા ઝડપાયેલ જીગ્નેશ ચૌધરી ગામના વોર્ડ નં. 7 ના ઉમેદવારનો ટેકેદાર હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ બાબતે સામે પક્ષ આ બાબતે ચૂટણી અધિકારીને ફરિયાદ કરવા પણ તૈયારી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...