ઓલપાડ તાલુકાના મૂળદ ગામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના આધારે બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી દેતા પાંચ સામે ફરિયાદ નોંધાવા સાથે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મૂળદ ગામમાં આવેલ બ્લોક નં 143 પૈકી(143-અ) વાળી 13051 ચો.મી જમીનમાં શારદાબેન પરભુભાઈ પટેલ કે પોતે આ જમીનમાં કોઈપણ જાતનો હક્ક હિસ્સો લાગતો ન હોઈ છતાં પણ પોતે સદર જમીનમાં ખોટી વારસાઈ કરાવીને તે જમીનમાં માલિક ન હોવા છતાં પોતે માલિક બનેલ અને તેમની સાથે આરોપી પરવેઝખાન હુસેનખાન પઠાણનાઓએ ઓલપાડ સબ રજીસ્ટાર સમક્ષ વેચાણ દસ્તાવેજમાં સાક્ષી નં 2 માં પોતે સાક્ષી તરીકે હાજર રહીને સહી કરેલ હોય.
તેમ પોતે આ આરોપી પરવેઝખાન પઠાણ તમામ હકીકતોથી વાકેફ અને હુસેનખાન પઠાણનાઓને ખોટી રીતે પાવર ઓફ એટર્ની આપી જે પાવર ઓફ એટર્ની આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ આરોપી કમલેશભાઈ મોદીનાઓને સને 2010 માં કરી આપતા પહેલા વેચાણ દસ્તાવેજનું આરોપીએ ટાઈપિંગ કરાવ્યુ હતું. તે વખતે ફક્ત આરોપી બેન લલિતાબેન મનહરભાઈ પટેલના આરોપી પરવેઝખાન હુસેનખાન પઠાણ પોતે પાવરદાર હોઈ તે રીતે દર્શાવી તે પાવર ઓફ એટર્ની વેચાણ દસ્તાવેજમાં સામેલ ન કરી આરોપી કમલેશભાઈ ધનસુખભાઈ નાઓએ સદરહુ જમીન પોતાના નામે શારદાબેન માલિક ન હોવા છતાં તેમની પાસે ઓલપાડ સબ રજીસ્ટારની કચેરી ખાતે કરાવવા પહેલા સદર જમીન અંગે અગાઉ થયેલ વેચાણ દસ્તાવેજની કોઈપણ જાતની ખરાઈ કર્યા વિના સદર જમીનનો બોગસ દસ્તાવેજ ઓલપાડ સબ રજીસ્ટારની કચેરી ખાતે પોતાને નામે કરાવી લઈ અને સદર સરકારી જમીન ગેરકાયદે ભાડે આપી દીધા હતા.
જે આરોપી હરેશભાઈ વોરા ફરીયાદીને પોતાની જમીનમાં જવા સારું રોકીને ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓએ પોત પોતાના અંગત લાભ મેળવવા માટે ભેગા મળી પોતાનો ઈરાદો પાર પાડવા અગાઉથી કાવતરું રચીને બોગસ દસ્તાવેજ કરાવેલ છે. પાવર ઓફ એટર્નીની કોપી સબ રજીસ્ટાર કચેરીએ રજૂ નહિ કરી ગુનો કર્યો હતો. જેથી ફરિયાદ થતા પોલીસે તમામ પાંચ આરોપી શારદાબેન પટેલ ( કવાસ ), લલિતાબેન પટેલ (મૂળદ ), પરવેઝખાન પઠાણ ( ઓલપાડ), કમલેશભાઈ મોદી ( , સુરત) હરેશભાઇ વોરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.