વિવાદ:પરિણીતાને દહેજ મુદ્દે ત્રાસ અપાતા પોલીસમાં ફરિયાદ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તને કઈ કામ આવડતું નથી કહી માર મારી કાઢી મુકવામાં આવી

હાલ માં કિમ ના પ્રભુ નગર ખાતે પિતા ના ઘરે રહેતી એક પરિણીતા ને સુરત નજીક કુંભારીયા ગામે રહેતા પતિ અને સાસરિયાં દ્વારા દહેજ લાવવા ના મુદ્દે ત્રાસ આપી ઘર માંથી કાઢી મુકતા પરિણીતા એ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કિમ પ્રભુ નગર ખાતે રહેતાં ચાંદની બહેન વાઘેલા ના લગ્ન સુરત નજીક ના કુંભારીયા ગામે રહેતાં ચેતન વાઘેલા સાથે થયા હતાં. ચાંદની બહેન ને ત્રણ માસ પછી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.પતિ ચેતન વાઘેલા ને તેના ઘર ના લોકો ખોટી રીતે ચઢામણી કરતાં હતાં.

થોડા દિવસ પહેલા ચેતને પત્ની ચાંદનીને ક્રિકેટ ના બેટ વડે માર માર્યો હતો.એ સાથે જ તું ભિખારી ની ઘર ની છે, તને કોઈ કામ આવડતું નથી, અમારા ઘર માંથી નીકળી જા કહી ત્રાસ આપતાં હતાં. દંપતી ના લગ્ન ના થોડા સમય બાદ ચાંદની બહેન ને ગર્ભ રહ્યો હતો પરંતુ પતિ ચેતને તેને પેટ ના ભાગે લાત મારતા બાળક નીચે આવી ગયું હતું. જેથી ગર્ભપાત પણ કરાવવું પડ્યું હતું.સાસરિયાં ઓ ચાંદની બહેન ને દહેજ પેટે રૂપિયા 10 લાખ લાવવા દબાણ કરતાં હતાં.

ગત 6/5/22 ના રોજ ચાંદની બહેન લગ્ન પ્રસંગ પૂર્ણ કરી સાસરી આવ્યાં ત્યારે પતિ અને તેમના પરિજનો એ ઝઘડો કરી ઘર માંથી કાઢી મૂકી હતી જેથી તેઓ પિતા ના ઘરે ચાલી આવ્યાં હતાં .આ બનાવ બાદ ચાંદની બહેન ના પતિ તે તેડવા માટે ન આવતાં હોય સમાધાન ના પ્રયાસ થયા હતા .આખરે પરિણીતા એ મહિલા પોલીસ મથકે પતિ ચેતન વાઘેલા અને નીરૂબેન , હીરેન વાઘેલા,ખુશાલભાઇ વાઘેલા, ગૌરાંગ વાઘેલા ,ચારૂલતાબેન સામે ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...